ગુજરાતઃ 270 મહિલા અદાલતોએ 60,000થી વધુ મુદ્દા ઉકેલ્યા, 2.50 લાખ મહિલાઓને મળ્યુ માર્ગદર્શન

ગુજરાતમાં ચાલી રહેલ 270 મહિલા અદાલતો હેઠળ 60 હજાર સમસ્યાઓનુ નિરાકરણ કરવામાં આવ્યુ.

ગાંધીનગરઃ ગુજરાતમાં ચાલી રહેલ 270 મહિલા અદાલતો હેઠળ 60 હજાર સમસ્યાઓનુ નિરાકરણ કરવામાં આવ્યુ. રાજ્ય મહિલા પંચના કાયદા અધિકારી શ્રીમતી ભારતીબેન ગઢવીએ આ માહિતી આપી. તેમણે જણાવ્યુ કે 318 મહિલા સંમેલન આયોજિત કરીને 2.50 લાખથી વધુ મહિલાઓને પ્રત્યક્ષ માર્ગદર્શન આપવામાં આવ્યુ. આ રીતે રાજ્ય મહિલા પંચ દ્વારા મહિલાઓના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે નિરંતર પ્રયાસ કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે આ બધુ લીલાબેન અંકોલાયના નેતૃત્વ અને માર્ગદર્શનમાં થયુ. તમને જણાવી દઈએ કે મહિસાગર જિલ્લામાં ગુજરાત રાજ્ય મહિલા પંચ ગાંધીનગર અને જિલ્લા પ્રશાસને સંયુક્ત તત્વાધાનમાં વીરપુર, લુણાવાડામાં મહિલાઓની બંધારણીય-કાનૂની અધિકારો અને મહિલાલક્ષી યોજનાઓથી વાકેફ થાય, સાથે સાથે મહિલાઓના ન્યાયાલય સંબંધિત માહિતી તેમજ મહિલાઓના સર્વાંગી વિકાસ તેમજ સશક્તિકરણ થાય તેવા શુભ ઉદ્દેશ સાથે ગુજરાત મહિલા પંચના ચેરપર્સન શ્રીમતી લીલાબેન અંકોલિયાની અધ્યક્ષતામાં નારી સંમેલનનુ આયોજન કરવામાં આવ્યુ.

cm rupani

ગુજરાત મહિલા પંચના અધ્યક્ષ શ્રીમતી લીલાબેન અંકોલિયાએ કહ્યુ કે પંચ એક એવા દ્રષ્ટિકોણ સાથે કામ કરી રહ્યુ છે જેને અદાલતમાં ફરિયાદ પહોંચતા પહેલા સરળતાથી ઉકેલી શકાય છે. સાથે સાથે પંચ ક્યારેય નથી ઈચ્છતુ કે કોઈનો ઘર સંસાર વિખેરાઈ જાય. જ્યાં સુધી સંભવ હોય ત્યાં સુધી સમજદારીથી પ્રશ્નોનુ સમાધાન લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે રાજ્ય મહિલા પંચ એકતરફી રીતે કાર્યવાહી નથી કરતી પરંતુ અમને મળતી પ્રત્યે ફરિયાદના તથ્યો અને વિવરણોની તપાસ કરીને ન્યાય કરવામાં આવે છે. પંચ ક્યારેય પુરુષો સાથે અન્યાય નથી કરવા માંગતુ. શ્રીમતી અંકોલિયાએ આના પર ચર્ચા કરીને કહ્યુ કે જો મહિલાઓએ પુરુષોને સમકક્ષ બનવુ હોય તો તેમણે તેમની સાથે કદમથી કદમ મિલાવીને કામ કરવુ પડશે અને મહિલાઓએ નાની-નાની વાતોને મોટુ સ્વરૂપ આપવાનુ ટાળવુ જોઈએ.

શ્રીમતી અંકોલિયાએ કહ્યુ કે મહિલાઓની સુરક્ષા, સમાનતાના અધિકારીનુ સંરક્ષણ અને મહિલાઓનુ શક્તિકરણ રાજ્ય સરકાર અને પંચની પ્રાથમિકતાઓ છે. તેમણે કહ્યુ કે સારા સમાજના નિર્માણ માટે મહિલાઓએ આગળ આવવુ અનિવાર્ય થઈ ગયુ છે. શિક્ષણની કમીના કારણે મોટાપાયે મહિલાઓ પર શોષણ અને અત્યાચાર થાય છે માટે આપણી દીકરીઓને શિક્ષિત કરવી એટલી જ મહત્વપૂર્ણ છે જેટલુ એક સારા સમાજનુ નિર્માણ કરવુ. રાજ્ય સરકારે ઘણી મહિલા લક્ષી યોજનાઓ લાગુ કરીને નવા આયામ બનાવ્યા છે. આમાં મહિલા અદાલતો, મહિલા પોલિસ સ્ટેશન, 181 હેલ્પલાઈન જેવી ઘણી યોજનાઓ શામેલ છે. કોરોના કાળ દરમિયાન ઘરેલુ હિંસાની ઘણી ઘટનાઓ સામે આવી હતી. આ સ્થિતિમાં પંચે વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી 10,000 બહેનો સાથે ચર્ચા કરીને પ્રત્યક્ષ માર્ગદર્શન પૂરુ પાડ્યુ. આ ઉપરાંત વૈવાહિક સમસ્યાઓને ઉકેલવા માટે પંચ દ્વારા પૂર્વ-વૈવાહિક ચર્ચા સેવા પૂરી પાડવામાં આવે છે. તેમણે કહ્યુ કે પતિ-પત્ની શિક્ષકના મામલે બંને સાથે રહે તેવી વ્યવસ્થા કરવા માટે રાજ્ય મહિલા પંચે શિક્ષણ વિભાગને ભલામણ કરી છે.

શ્રીમતી અંકોલિયાના જણાવ્યા અનુસાર ઘરમાં મહિલાઓના મુદ્દાઓને ઉકેલવા અને ન્યાય મેળવવા માટે રાજ્યમાં લગભગ 270 મહિલા અદાલતો છે. આ અદાલતમાં લગભગ 400 બહેનો કામ કરી રહી છે અને લગભગ 4000 બહેનો સ્વેચ્છાથી મહિલા અદાલતમાં શામેલ થઈ છે. જે અંતિમ વિસ્તારની મહિલાઓ સાથે કોઈ અપ્રિય ઘટના થાય તો તેની માહિતી આપે છે. ગુજરાત રાજ્ય મહિલા પંચના કાનૂની અધિકારી શ્રીમતી ભારતીબેન ગઢવીએ કર્યુ કે લીલાબેન અંકોલિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત મહિલા પંચે 60,000થી વધુ મુદ્દાઓને ઉકેલ્યા છે. 318 મહિલાના સંમેલન આયોજિત કરીને 2.50 લાખથી વધુ મહિલાઓને પ્રત્યક્ષ માર્ગદર્શન આપ્યુ છે. આ રીતે રાજ્ય મહિલા પંચ દ્વારા મહિલાઓના સામાજિક અને શૈક્ષણિક ઉત્થાન માટે નિરંતર પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રસંગે લુણાવાડાના ધારાસભ્ય જિગ્નેશભાઈ સેવકે કહ્યુ કે શિક્ષણના માધ્યમથી જ મહિલાઓ પર અત્યાચાર અને તેમનના શોષણને અટકાવી શકાય છે. જેથી મહિલાઓમાં શિક્ષણનો પ્રસારથી મહિલાઓના શોષણ અને તેમની સામે થતા અત્યાચારોને રોકી શકાય. સાથે જ પુરુષ પ્રધાન સમાજમાં વ્યાપેલ સામાજિક કુરીતિઓ પર અંકુશ લગાવવામાં સક્ષમ થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X