For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Makar Sankranti 2020: ઘરે જ બનાવો તલ અને ગોળના લાડવા, એકદમ સહેલી છે રીત

Makar Sankranti 2020: ઘરે જ બનાવો તલ અને ગોળના લાડવા, એકદમ સહેલી છે રીત

|
Google Oneindia Gujarati News

લોહરી અને મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે. એવામાં ઘરે ગોળથી બનેલી મીઠાઈઓ ના બને તો તહેવાર અધૂરો લાગતો હોય છે. જો કે આજકાલ લોકો સમયની કમીને પગલે બજારથી જ તલ અને ગોળથી બનેલ લાડવા ખરીદી લે છે. પરંતુ ઘરે પ્રિયજનોના હાથે બનેલ આ લાડવાનો સ્વાદ જ અલગ હોય છે. તલ અને ગોળથી બનેલ સ્વાદિષ્ટ લાડવા બનાવતા આવડતા ના હોય તો પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને તલ અને ગોળથી બનતી મીઠાઈની આસાન રીત જણાવશું જેની મદદથી તમે ઘરે જ આ લાડવા બનાવી શકશો.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

આ લાડવાઓને ભલે લોહરી અને મકર સંક્રાંતિ પર જ બનાવવામાં આવે છે. પરંતુ આ લાડવાઓનું સ્વાસ્થ્યના હિસાબે ઘણું મહત્વ હોય છે. જાન્યુઆરીમાં ભારે ઠંડી પડતી હોય છે. એવામાં તલ અને ગોળ બંને જ શરીરને ગર્માહટ પહોંચાડનાર છે. જ્યારે આ મિક્ષ કરીને ખાવામાં આવે તો તેનો સ્વાદ જ અલાયદો થઈ જાય છે અને સાથે જ સ્વાસ્થ્યના હિસાબે પણ ફાયદાકારક છે. તો ચાલો અહીં જાણીએ શું છે રેસિપી.

સામગ્રી

સામગ્રી

  • તલ (ધોયેલા સફેદ)- 500 ગ્રામ
  • માવા- 500 ગ્રામ
  • કાજૂ- 500 ગ્રામ (એક કાજુને 6-7 ટૂકડામાં કાપી લો)
  • એલચી- 4
  • ગોળ- 200 ગ્રામ
વિધિ

વિધિ

તેલના લાડવા બનાવવા માટે સૌથી પહેલા તેલને સારી રીતે સાફ કરી લો. જે બાદ કઢાઈ ગરમ કરી તલને કઢાઈમાં નાખી ધીમી આગે બ્રાઉન કલરના થાય ત્યાં સુધી સેકાવા દો. બાદમાં તલ ઠંડા કરી પીસી લો. બાદમાં બીજી કઢાઈમાં માવો બ્રાઉન થાય ત્યાં સુધી સેકાવા દો. બાદમાં તમે માઈક્રોવેવનો પણ ઉપયોગ કરી શકો છો. હવે જે કઢાઈમાં તલ સેક્યા તમાં જ ગોળ પણ ઓગાળી દો. હવે આ ગોળ સખ્ત થાય તે પહેલા માવો નાખો.

Makar Sankranti 2020: 15 તારીખે છે મકર સંક્રાંતિ, શુભ મુહૂર્ત, અને જાણો કઈ રાશિ પર કેવી અસરMakar Sankranti 2020: 15 તારીખે છે મકર સંક્રાંતિ, શુભ મુહૂર્ત, અને જાણો કઈ રાશિ પર કેવી અસર

જે બાદ માવો, પિસેલા તલ એલચી પાવડર અને કાજૂડા ટુકડા સારી રીતે ભેળવી દો. તમારું લાડવાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે.આ મિશ્રણથી ગોળાકાર લાડવા બનાવી લો. આ લાડવાઓને દસથી બાર દિવસ સુધી રાખીને ખાય શકાય છે.

English summary
makar sankranti: prepare home made laddoo of til , here is easy recipe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X