બ્રેકફાસ્ટમાં બનાવો અમૃતસરી આલુ કુલચા, અહીં જાણી લો બનાવવાની એકદમ સરળ રીત
સવારે નાસ્તામાં પરોઠા ખાઈને કંટાળી ગયા હોય તો અહીં જાણો આલૂ કુલચા બનાવવાની સૌથી સરળ રીત.
Amritsari Aloo Kulcha Recipe: રોજે રોજ નાસ્તા શું બનાવવુ એ દરેક ગૃહિણી માટે મોટો એક મોટો પ્રશ્ન હોય છે. રોજ પરોઠા ખાઈને પણ બધાનો કંટાળો આવતો હોય છે. તો અમૃતસરના આલૂ કુલચા એક વાર ટ્રાય કરી શકાય. આ રેસિપીની ખાસિયત એ છે કે તેને બનાવવા માટે તંદૂરની પણ જરુર નથી. ઘરમાં તવી પર પણ તેને તમે બનાવી શકો છો. બાળકોથી માંડીને મોટા સહુને આલૂ કુલચા ગમતા હોય છે. તમે સવારે નાસ્તામાં દહીં કે રાયતા સાથે તેને પીરસી શકો છો. આવો જાણીએ આલૂ કુલચા બનાવવાની એકદમ સરળ રીત.

આલૂ કુલચા બનાવવા માટે પૂરણની સામગ્રી
બાફેલા બટાકા- 6
લાલ મરચાનો પાવડર - અડધી ચમચી
લાલ મરચા કાપેલા - 6
ચાટ મસાલો - 1 ટી સ્પૂન
લીલા ધાણા - 1 ટેબલસ્પૂન
મીઠુ - સ્વાદ મુજબ
કુલચા બનાવવાની સામગ્રી
મેંદો - 2 કપ
દહીં- અડધો કપ
બેકિંગ સોડા - અડધી ટી સ્પૂન
બૂરુ ખાંડ(ખાંડનો પાવડર)- 2 ટેબલસ્પૂન
સૂકો મેંદો
મીઠુ સ્વાદ મુજબ
આલૂ કૂલચા બનાવવાની રીત
આલૂ કુલચા બનાવવા માટે સૌથી પહેલા બટાકાને બાફીને તેની છાલ કાઢીને તેને એક વાસણમાં મેશ કરી લો. હવે મેશ કરેલા બટાકામાં લાલ મરચાનો પાવડર, ગરમ મસાલો, ચાટ મસાલો, કાપેલા મરચા, લીલા ધાણા અને મીઠુ નાખીને સારી રીતે મિક્સ કરી દો.
હવે એક બીજા વાસણમાં મેંદો નાખીને ખાંડ, બેંકિંગ સોડા, દહીં અને સ્વાદ અનુસાર મીઠુ નાખીને મિક્સ કરી લોચ હવે આ લોટને થોડુ-થોડુ પાણી નાખીને બાંધી લો અને તેનાથી એક સોફ્ટ લોટ તૈયાર કરી લો. લોટ બાંધ્યા બાદ તેને 20 મિનિટ માટે અલગ રાખી દો.
ત્યારબાદ લોટમાં એક ચમતી કેલ નાખીને તેને એક વાર ફરીથી સારી રીતે ગૂંથી લો. હવે આ લોટના મોટા લૂવા તૈયાર કરો. હવે એક મોટો લૂવો લઈને તેને હળવો દબાવી દો. હવે તેમાં સૂકો મેંદો લગાવીને હળવા હાથે જાડો વણી લો.
હવે તેમાં એક ચમચી બટાકાનુ મિશ્રણ રાખીને ચારે તરફથી પેક કરીને તેનો લૂવો બનાવી લો. હવે લૂવાની એક તરફ લીલા ધાણા રાખીને તેને દબાવી દો. ત્યારબાદ લૂવાને પલટીને તેમાં થોડા મેંદો લગાવીને તમે તમારા મનપસંદ આકારાના કુલચા વણી લો.
હવે મીડિયમ આંચ પર નૉનસ્ટિક તવો ગરમ કરી લો. હવે વણેલા કુલચા પર હળવુ પાણી લગાવીને તવા પર નાખી દો. ધ્યાન રાખો કે તવા પર કુલચાની એ સાઈડને રાખો જ્યાં લીલા ધાણા ન લગાવ્યા હોય. પાણી લગાવવાથી કુલચા તવા પર સારી રીતે ચીપકી જશે. જ્યારે કુલચા એક તરફથી સારી રીતે શેકાઈ જાય તો તવાને ગેસની આંચ પર ઉલટુ કરી દો. આમ કરવાથી ધાણાવાળી સાઈડ તરફથી પણ કુલચા સારી રીતે શેકાઈ જશે. કુલચા સારી રીતે શેકાઈ જાય તો તેને હટાવી લો અને તેના પર માખણ લગાવી દો. તમારા આલૂ કુલચા બનીને તૈયાર છે. તેને દહીં કે રાયતા સાથે સર્વ કરો.












Click it and Unblock the Notifications
