For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

10 Reasons: ટીમ ઇન્ડિયા બની શકે છે ફરીથી વર્લ્ડ ચેમ્પિયન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી: 14 ફેબ્રુઆરીથી ક્રિકેટનો મહાકુંભ એટલે કે આસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2015ની શરૂ થઇ રહી છે. ભારતીય ક્રિકેટ ચાહકોમાં ભારતીય ટીમને જીતવાને લઇને ઘણી શંકા-કૂશંકાઓ છે. કેમકે હાલની નજીકની શ્રેણીઓમાં ભારતીય ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે, જેને પગલે દરેક ક્રિકેટ પ્રેમીઓના મોઢે એક જ વાત છે કે આ વખતની ધોની બ્રિગેડ ખાસ કમાલ નહીં કરી શકે, જ્યારે ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે ટીમ ઇન્ડિયા આ વખતે પણ વર્લ્ડ ચેમ્પિયન બનવા માટે સક્ષમ છે.

ક્રિકેટ એક્સપર્ટ સતીશ ભાર્ગવે વન ઇન્ડિયા સાથેની વાતચીતમાં એવા દસ કારણો ગણાવ્યા જેના જોરે ભારતીય ટીમ આ વખતે પણ વર્લ્ડકપ પોતાના નામે કરી શકે છે. કયા છે એ કારણો જેના અમલથી ધોની સેના આ વખતે પણ ક્રિકેટમાં ઇતિહાસ રચી શકે છે.

આવો કરીએ એક નજર એ દસ દમદાર કારણો પર...

કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની

કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની

ક્રિકેટના તમામ ફોર્મેટમાં સફળ રહેનાર ધોની ટીમ ઇન્ડિયાના સૌથી મજબૂત ખેલાડી છે. એવામાં તેમના તરફથી લેવામાં આવેલા નિર્ણયો ટીમ ઇન્ડિયા માટે લાભદાયક સાબિત થઇ શકે છે.

વિદેશમાં સારુ પ્રદર્શન

વિદેશમાં સારુ પ્રદર્શન

ભલે હાલમાં ટીમ ઇન્ડિયાએ ખૂબ જ ખરાબ દેખાવના પગલે એક પણ મેચ જીતી ના હોય, પરંતુ વિશ્વ કપ-11 બાદ ભારતે 57 વન ડે મેચ જીતી છે અને વિદેશોમાં પણ તેનું પ્રદર્શન સારુ રહ્યું છે.

કોહલીનું વિરાટ ફોર્મ

કોહલીનું વિરાટ ફોર્મ

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું શાનદાર ફોર્મમાં હોવું ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ સારુ છે. ખાસ વાત એ છે કે વિરાટનું બેટ ઓસ્ટ્રેલિયામાં પણ ચાલ્યું હતું.

રોહિત શર્મા

રોહિત શર્મા

બેવડી સદી ફટકારનાર ગ્રેટથી ગ્રેટેસ્ટ બનેલા રોહિત શર્મા પણ રમતને નવો ઓપ આપી શકે છે.

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી

2014ના સૌથી સફળ બોલર મોહમ્મદ શમીની બોલીંગમાં ધાર છે.

સુરેશ રેના

સુરેશ રેના

સ્લૉગ ઓવરોમાં સુરેશ રૈનાથી સારો એવો હિટર બીજો કોઇ ના હોઇ શકે.

સ્પિનરની તિગડી

સ્પિનરની તિગડી

અશ્વિન-રવિન્દ્ર જાડેજા પોતાની ઓવરો થકી કોઇને પણ મેચમાં લપટાવી શકે છે.

યુવાન ટીમ

યુવાન ટીમ

આ વખતની ધોની બ્રિગેડ ખૂબ જ યુવાન છે, જેમાં જોશ ખૂબ જ વધારે છે.

સકારાત્મક વિચાર

સકારાત્મક વિચાર

આ વખતની યુવા બ્રિગેડમાં ઘણા બધા લોકો નવા છે, જેમના દિમાગમાં વિશ્વકપને લઇને સકારાત્મક વિચાર છે.

ઘણા ટાઇમથી ઓસ્ટ્રેલિયામાં

ઘણા ટાઇમથી ઓસ્ટ્રેલિયામાં

ધોનીની ટીમમાંથી ઘણા ખેલાડીઓ છેલ્લા ચાર મહીનાથી ઓસ્ટ્રેલિયામાં છે, જેના કારણે તેઓ ત્યાના માહોલ અને વાતાવરણથી ખૂબ જ અભયસ્ત થઇ ચૂક્યા છે, જેનો ફાયદો ટીમ ઇન્ડિયાને મળી શકે છે.

English summary
Here are 10 Reasons Why Team India Can Repeat History at ICC World Cup 2015. Captain Dhonis army is very Positive and Energetic said Cricket Expert Satish Bhargav.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X