જાણો, ફીફા વિશ્વકપ સાથે જોડાયેલા આ 15 રોચક તથ્યો
બ્રાઝીલ, 8 જૂનઃ બસ, હવે થોડોક જ દિવસ બાકી છે, જ્યારે તમારા ઘરોમાં અને બહાર માત્ર ફૂટબોલનો શોર-બકોર જ સંભળાશે. 12 જૂનથી બ્રાઝીલમાં ફૂટબોલ વિશ્વનો આગાઝ થવા જઇ રહ્યો છે. 12 જૂનથી પ્રારંભ થનારા આ વિશ્વકપનું પરિણામ 13 જુલાઇએ સામને આવશે. 32 દિવસો સુધી બસ ટીવી, બ્રાઝીલ અને ફૂટબોલના શોખીનોનો જ ઉલ્લેખ થશે. તો ચાલો આજે આપણે જાણીએ ફીફા વિશ્વ કપ સાથે જોડાયેલા કેટલાક રોચક તથ્યો વિશે, જેમના અંગે તમે કદાચ નહીં જાણતા હોવ.
તો ચાલો નીચે આપવામાં આવેલી તસવીરો પર ક્લિક કરીએ અને જાણીએ કયો ક્રિકેટર છે, જેણે ક્રિકેટના વિશ્વકપમાં રમતા પહેલા ફીફા વિશ્વકપમાં સામેલ થવાની એક ટીમનો ભાગ રહી ચૂક્યા હતા.

ઓલીવર કાહન
ફીફાનો ઇતિહાસમાં ઓલીવર કાહન એકમાત્ર એવો ગોલકીપર છે, જેને ગોલ્ડન બોલ ટ્રોફીથી નવાઝવામાં આવ્યો છે.

રોનાલ્ડો
વિશ્વકપ કારકિર્દીમાં સૌથી વધારે ગોલ કરવાનો રેકોર્ડ બ્રાઝીલિયન ફોરવર્ડ રોનાલ્ડોના નામે નોંધાયેલો છે. રોનાલ્ડોએ 15 ગોલની સાથે આ રેકોર્ડ બનાવ્યો છે.

વર્ષ 1950માં બહાર થઇ ગયુ ભારત
ફૂટબોલ વિશ્વકપથી ભારતે વર્ષ 1950માં પોતાનું નામ પરત લઇ લીધું હતું. આવું એટલા માટે થયું હતું, કારણકે ફીફામાં નિયમો હેઠળ ખેલાડીઓએ ફૂટબોલ બૂટ્સ પહેરવાના હતા અને તેમણે નગ્ન પગે રમવાની મંજૂરી નહોતી.

સૌથી ઓછી ઉમરના ખેલાડી
નોરમન વ્હાઇટસાઇડની ઉમર માત્ર 17 વર્ષ હતી, જ્યારે તેમણે 1982માં આયોજીત થયેલા ફીફા વિશ્વકપમાં ભાગ લીધો હતો. આ વિશ્વકપમાં રમનારા વિશ્વના સૌથી ઓછી ઉમરનો ખેલાડી બની ગયો.

સૌથી વધારે ઉમરના ખેલાડી
વર્ષ 1992માં જે વિશ્વકપ થયો, તેમાં 42 વર્ષના રોજર મિલા સૌથી વધારે ઉમરમાં ગોલ કરનાર ખેલાડી બનવાની સાથે જ વિશ્વકપ ઇતિહાસનો સૌથી મોટી ઉમરનો ખેલાડી બની ગયો.

સૌથી વધારે દર્શક
જુલાઇ 1950માં થયેલા ફૂટબોલ વિશ્વકપમાં રિયો ડિ જિનેરિયોના મારકાના મ્યુનિસિપલ સ્ટેડિયમમાં 199,854 દર્શક મેચ જોવા પહોંચ્યા અને તેમની ઉપસ્થિતિની સાથે જ વિશ્વકપનો એક નવો રેકોર્ડ બની ગયો.

સૌથી ઓછા દર્શક
વર્ષ 1930માં એક મેચમાં જે ઉરુગ્વેમાં રમાયો હતો. માત્ર 300 લોકો મેચ જોવા પહોંચ્યા હતા.

સૌથી વધુ વખત ચેમ્પિયન
અત્યારસુધી 19 વિશ્વકપમાં સાઉથ અમેરિકા અને યુરોપિયન દેશોમાં જ ક્રમશઃ નવ અને 10 વખત ટાઇટલ જીતીને સૌથી વધારે વખત વિશ્વકપ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કોઇ અન્ય મહાદ્વીપ આટલીવાર ચેમ્પિયનશિપ જીતી શક્યો નથી.

ક્રિકેટ વિશ્વકપ પહેલા ફૂટબોલ
સર વિવિયન રિચાર્ડ્સ એકમાત્ર એવા ક્રિકેટર છે, જેમણે ક્રિકેટ વિશ્વકપ પહેલા ફૂટબોલના વિશ્વકપમાં ભાગ લીધો હતો. તેમણે 1974માં થયેલા વિશ્વકપ ક્વોલિફાયર્સમાં ભાગ લીધો હતો.

ટી-શર્ટ ઉતારવા પર પ્રતિબંધ
વર્ષ 1986માં ફીફાએ ટી શર્ટ સ્વેપિંગ પર પ્રતિબંધ લગાવી દીધો હતો, કારણ કે ફીફા નહોતો ઇચ્છતો કે ખેલાડી મેદાન પર ટી-શર્ટ વગર જોવા મળે.

કુતરાંએ ચકાશી વિશ્વકપ ટ્રોફી
વર્ષ 1966માં જે વિશ્વકપ થયો હતો જેની ટ્રોફી ચોરાઇ ગઇ હતી. બાદમાં આ ટ્રોફીને ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા એક કૂતરાંએ ચકાસી હતી.

મેસીનો કારનામો
અર્જન્ટિના તરફથી વર્ષ 2006 અને 2010માં લિયોનલ મેસીએ ભાગ લીધો હતો પરંતુ મેસી માત્ર એક વાર સ્કોર કરી શક્યો હતો.

ફૂટબોલનો ‘શોમેન'
જિનેડિન જિડાન એક એવો ખેલાડી છે, જેણે સૌથી વધારે વખત કાર્ડ દેખાડવામાં આવ્યું છે. જિડાનને 4 વાર યેલો કાર્ડ અને બેવાર રેડ કાર્ડ દર્શાવવામાં આવ્યું છે.

સૌથી વધારે વિશ્વકપ
ઓંટોનિયો કારબાજાલ એક એવો ખેલાડી છે, જેના નામ પર સૌથી વધારે પાંચ વિશ્વકપ રમવાનો રેકોર્ડ નોંધાયો છે. એંટોનિયોએ વર્ષ 1950, 1954, 1958, 1962 અને 1968માં રમાયેલા વિશ્વકપમાં ભાગ લીધો હતો.

બે વાર વિશ્વકપની મેજબાની
મેક્સિકો વિશ્વનો એક એવો દેશ છે, જેમાં બે વાર વિશ્વકપનું આયોજન કરવામાં આવ્યું છે.












Click it and Unblock the Notifications
