200મી ટેસ્ટ જ હશે માસ્ટર બ્લાસ્ટરની છેલ્લી ટેસ્ટ!
મુંબઇ, 18 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની 200મી ટેસ્ટ તેમના કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સાબિત થઇ શકે છે. એટલે કે એનો અર્થ એ થયો કે તેઓ ત્યારબાદ સંન્યાસ લઇ લેશે.
સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને સિલેક્ટર્સે આ અંગેના સંકેતો આપી દીધા છે. સમાચાર અનુસાર મુખ્ય પસંદગીકર્તા સંદીપ પાટિલ આ વિષયમાં સચિન તેંડુલકરની મુલાકાત કરી હતી. કહેવાય છે કે પાટિલે સચિનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે 200 ટેસ્ટ સમાપ્ત થયા બાદ તેમના ભવિષ્ય અંગેનો નિર્ણય બોર્ડ અને પસંદગીકારો કરી શકે છે.

સચિન અત્યાર સુધી 198 ટેસ્ટ મેચ પોતાની કારકિર્દીમાં રમી ચૂક્યા છે તેમના ટેસ્ટ કેરિયરમાં 200મી ટેસ્ટમાં પણ માત્ર બે જ ટેસ્ટ બાકી છે. એટલે એ પાક્કુ છે કે સચિન પોતાની 200મી ટેસ્ટ ભારતમાં જ રમશે.












Click it and Unblock the Notifications
