For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રથમ દિવસના અંતે ભારતના બે વિકેટ 100 રન

|
Google Oneindia Gujarati News

વેલિંગ્ટન, 14 ફેબ્રુઆરીઃ વેલિંગ્ટન ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો છે. બોલર્સ બાદ બેટિંગમાં પણ ભારતે સારું પ્રદર્શન કર્યું છે. બીજી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ તરફથી પહેલી ઇનિંગમાં 192 રન બનાવ્યામાં આવ્યા બાદ તેના જવાબમાં ભારતે બે વિકેટ ગુમાવીને 100 રન બનાવી લીધા છે. ભારત તરફથી શિખર ધવને શાનદાર બેટિંગ કરતા અણનમ 71 રન ફટકાર્યા છે. જ્યારે ચેતેશ્વર પૂજારા 19 અને મુરલી વિજય 2 રન બનાવી આઉટ થયા છે. ન્યુઝીલેન્ડ તરફથી બોલ્ટ અને સાઉથી તરફથી એક-એક વિકેટ મેળવી હતી.

સતત ટીકાઓનો સામનો કરી રહેલા ઇશાંત શર્મા અને ભારતના યુવા બોલર મોહમ્મદ સામીની આંધીમાં જાણે કે ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ વિખેરાઇ ગઇ અને 192 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી ઇશાંત શર્માએ છ અને મોહમ્મદ સામીએ ચાર વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડના બેટ્સમેનો અંગે વાત કરવામાં આવે તો સૌથી વધારે રન વિલિયમ્સને ફટકાર્યા છે, તેણે 47 રનનું યોગદાન આપ્યું છે. આ ઉપરાંત ફુલટોન 13, રદરફોર્ડ 12, મેક્કુલમ 8, એન્ડરસન 24, નીશામ 33, સાઉથી 32 રન બનાવ્યા છે.

2nd-Test-New-Zealand-v-India-at-Wellington
બીજી અને અંતિમ ટેસ્ટમાં ટોસ જીતીને ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે સફળ સાબિત થયો છે. ઇશાંત શર્માએ મેચની શરૂઆતમાં ન્યુઝીલેન્ડના ત્રણ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કરી દીધા છે. ઇશાંતે માત્ર 26 રનના સ્કોર પર ત્રણ ન્યુઝીલેન્ડ બેટ્સમેન પીટર ફુલટોન, હૈમિશ રદરફર્ડ અને ટોમ લૈથમની વિકેટ લીધી હતી. જ્યારે મોહમ્મદ સામીએ વિલિયમ્સન, બ્રેડન મેક્કુલમ અને નીશામની વિકેટ ઝડપી છે.

પહેલી ટેસ્ટમાં બેવડી સદી ફટકારનાર બ્રેડન મેક્કુલમને સામીએ આઠ રન પર આઉટ કરીને મોટી સફળતા અપાવી હતી. જ્યારે વનડે શ્રેણીમાં ભારત માટે માથાનો દુખાવો સાબિત થયેલા વિલિયમ્સનને સામીએ 47 રન પર આઉટ કરતા ભારતે રાહતના શ્વાસ લીધા હતા.

English summary
2nd Test: New Zealand v India at Wellington, Feb 14-18, 2014
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X