ચોથી વનડેમાં પણ હાર્યા, ભારતે વધુ એક શ્રેણી ગુમાવી
હેમિલ્ટન, 28 જાન્યુઆરીહેમિલ્ટન વનડેમાં ભારત તરફથી આપવામાં આવેલા 279 રનના પડકારને ન્યુઝીલેન્ડે ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો છે. ન્યુઝીલેન્ડ તરફથી રોસ ટેલરે શાનદાર 112 રનોની ઇનિંગ રમી હતી. આ હાર સાથે જ ભારતે પાંચ મેચોની વનડે શ્રેણી 3-0થી ગુમાવી દીધી છે. ભારત સતત બીજી શ્રેણી હાર્યું છે, આ પહેલા દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી ભારત હારી ગયું હતું.
ભારત તરફથી આપવામાં આવેલા 279 રનના લક્ષ્યાંકને ન્યુઝીલેન્ડે 48.1 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ સાથે જ ટીમ ઇન્ડિયાનો શ્રેણી પરાજય થયો છે. પહેલી બે વનડે ન્યુઝીલેન્ડ જીત્યુ હતું. ત્રીજી વનડે ટાઇ થઇ હતી, જ્યારે ચોથી વનડેમાં ભારતને હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. ન્યુઝીલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલ(35) , જસ્સી રાઇડર(19), વિલિયમ્સન(60), રોસ ટેલર(111) અને બ્રેન્ડન મેક્કુલમે 49 રનની ઇનિંગ રમી હતી. ભારત તરફથી મોહમ્મદ સામી અને વરુણ એરોને એક-એક વિકેટ ખરીદી હતી.

ન્યુઝીલેન્ડ સામે ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતમાં આજે બે ફેરબદલ કરવામાં આવ્યા હતા. છેલ્લી કેટલીક મેચોથી આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા શિખર ધવનના સ્થાને રાયડુને સ્થાન આપવામાં આવ્યું હતું. તેમજ ઓલરાઉન્ડર સ્ટુઅર્ટ બિન્નીનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ઓપનિંગમાં રોહિત શર્મા સાથે વિરાટ કોહલીને મુકવામાં આવ્યો હતો. જો કે, વિરાટ કોહલી માત્ર બે રન બનાવી આઉટ થઇ ગયો. ત્યાર બાદ રહાણે 3 રન પર પેવેલિયન ભેગો થઇ ગયો. અંબાતી રાયડુએ 37 રનની ઇનિંગ રમી હતી. આર અશ્વિન પાંચ રન પર આઉટ થયો હતો.
રોહિત શર્માએ 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેમાં તેણે છ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ત્યારબાદ મહેન્દ્ર સિંહ ધોનીએ અણનમ 79 રનની ઇનિંગ રમી જેમાં તેણે છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટાકર્યા હતા. રવિન્દ્ર જાડેજાએ ઉત્કૃષ્ટ અણનમ ઇનિંગ રમતા આઠ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી સાઉથીએ 2, મિલ્સ, વિલિયમ્સન, બેન્નેટે એક-એક વિકેટ મેળવી છે.

Click it and Unblock the Notifications