ઓકલેન્ડ, 31 જાન્યુઆરીઃ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી ભારતને શરમજનક રીતે ગુમાવી છે. શ્રેણીની પાંચમી અને અંતિમ વનડેમાં પર ભારતનો પરાજય થતા ન્યુઝીલેન્ડે આ શ્રેણી 4-0થી જીતી લીધી છે. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 304 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર 216 રનમાં જ ઓલાઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી સૌથી વધારે રન વિરાટ કહોલીએ 82 અને મહેન્દ્ર સિંહ ધોનીએ 47 રનની ઇનિંગ રમી હતી. બાકી બધા ખેલાડી નિષ્ફળ નિવડ્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી હેનરીએ ચાર, મિલ્સ અને વિલિયમ્સને બે-બે તથા મેક્કુલમ અને નીશામે એક-એક વિકેટ ઝડપી હતી.
પાંચમી વનડેમાં ટીમ ઇન્ડિયાની બોલિંગ અને બેટિંગ બન્ને નબળી હતી. જેનો ફાયદો સીધી રીતે ન્યુઝીલેન્ડને મળ્યો હતો. બેટિંગની વાત કરવામાં આવે તો, ભારત તરફથી રોહિત શર્મા 4, ધવન 9, કોહલી 82, રહાણે 2, રાયડુ 20, ધોની 47, અશ્વિન 7, જાડેજા 5, ભુવનેશ્વર કુમાર 20, મોહમ્મદ સામી 14 રન બનાવ્યા હતા.
ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બેટિંગનું આમંત્રણ મળતા ન્યુઝીલેન્ડે ભારતીય બોલર્સની જોરદાર ધોલાઇ કરી હતી અને નિર્ધારિત 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 303 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ગુપ્તિલ 16, રાયડર 17, વિલિયમ્સન 88, ટેલર 103, મેક્કુલમ 23, નીશામ 34, રોન્ચીએ 11 રનની ઇનિંગ રમી હતી. ન્યુઝીલેન્ડના બેટ્સેમનેને રોકવામાં ભારતીય ટીમ નિષ્ફળ જણાઇ રહી હતી. જેના કારણે ધોનીએ પાર્ટ ટાઇમ બોલર કોહલીથી કામ ચલાવવું પડ્યું હતું. જેણે સુકાનીના નિર્ણયને સાચો ઠેરવતા સાત ઓવરમાં 36 રન આપી એક વિકેટ ઝડપી હતી. ભારત તરફથી વરુણ એરોને બે વિકેટ તથા સામી, કુમાર અને કોહલીએ એક-એક વિકેટ ઝડપી હતી.આ મેચમાં ભારત તરફથી એક ફેરબદલ કરવામાં આવ્યો હતો. બિન્નીના સ્થાને શિખર ધવનનો ટીમમાં પુનઃ સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડ આ શ્રેણી 3-0થી જીતી ગયું છે. આ મેચમાં વિજય મેળવવો ભારત માટે જરૂરી છે, કારણ કે હવે પછી ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે અને એ માટે ટીમ ઇન્ડિયા તેનું મનોબળ પાછું મેળવે તે આવશ્યક છે.