ફૂટબોલ જગતમાં ફિક્સિંગનો ભૂકંપ, 680 મેચ ફિક્સ

તપાસમાં 425 ખેલાડીઓ, અધિકારીઓ અને અન્ય લોકોને આ સંગઠિત અપરાધમાં સામેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ લોકોના તાર એશિયા સાથે પણ જોડેયેલા છે. સમજવામાં આવે છે કે આ સિન્ડિકેટ મુકાબલાનું પરિણામ પ્રભાવિત કરવા માટે ખોટું કામ કરતા આવ્યા છે.
યૂરોપોલના નિર્દેશક રોબ વેનરાઇટે જણાવ્યું કે જે મેચમાં ફિક્સિંગના આરોપ લાગ્યા છે તેમાં ચેમ્પિયન્સ લીગની બે મેચનો પણ સમાવેશ થાય છે. જેમાંથી એક મેચ ગત બે અથવા ત્રણ વર્ષોમાં ઇંગ્લેન્ડમાં રમાઇ હતી.
નેધરલેન્ડમાં એક પત્રકાર પરિષદને સંબોધિત કરતા તેમણે જણાવ્યું કે 'આ એશિયામાં સ્થિત એક શંકાશીલ સંગઠિત અપરાધની મીલીભગત છે જેણે યુરોપના અપરાધિક નેટવર્ક સાથે મળીને મેચ ફિક્સિંગને અંજામ આપ્યો છે.'
તેમણે જણાવ્યું કે 'અમે એ વાતથી સંપૂર્ણ રીતે અવગત થઈ ચૂક્યા છીએ કે આ યુરોપમાં શંકાશીલ મેચ ફિક્સિંગની અત્યારસુધીની સૌથી મોટી તપાસ છે' આ અંગે ફિફાએ જણાવ્યું છે કે આ અંગેની તપાસ થશે અને ગુનેગારોને કડક સજા કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
