For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોર વનડેઃ શ્રેણી જીતવા ઉતરશે ટીમ ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 1 નવેમ્બરઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમો વચ્ચે શનિવારે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સાત મેચોની શ્રેણીની અંતિમ વનડે મેચ રમાવાની છે. ભારતે છઠ્ઠી મેચમાં જે રીતે પ્રદર્શન કર્યુ હતુ, તેને જોઇને તે શ્રેણી જીતશે તેવી સંભાવનાઓ પ્રબળ થઇ રહી છે. આ શ્રેણીમાં બન્ને ટીમો 2-2 અંક સાથે બરોબરી પર છે. ઓસ્ટ્રેલિયાએ પુણે અને મોહાલીમાં જીત નોંધાવી હતી, જ્યારે ભારતે જયપુર અને નાગપુરમાં 300થી વધુ રનના લક્ષ્યનો પીછો કરતા ધમાકેદાર જીત હાંસલ કરી હતી. રાંચી અને કટકમાં થનારી ક્રમશઃ ચોથી અને પાંચમી વનડે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી.

જો ચાર મેચો પૂર્ણ થઇ ગઇ છે, તેમાં બોલિંગ નબળી અને બેટિંગ શક્તિશાળી પૂરવાર થઇ છે. બોલર્સે આ ચારેય મેચોમાં માત્ર 52 વિકેટ હાંસલ કરી છે, તો બીજી તરફ બેટ્સમેનોએ કુલ 2889 રન બનાવ્યા છે. ચિન્નાસ્વામી સ્ટેડિયમની પીચ પણ બેટ્સમેનોને મદદ કરતી છે અને તેથી આ મેચમાં પણ બેટ્સમેનો છવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બેટિંગમાં ભારતનું પલડું ભારે

બેટિંગમાં ભારતનું પલડું ભારે

આમ તો બેટિંગ વિભાગમાં ઓસ્ટ્રેલિયા અને ભારતની ટીમ લગભગ બરોબરી પર છે, પરંતુ નાગપુરમાં ભારતીય બેટ્સમેનોએ જે રીતે રમત દર્શાવી તેનાથી ભારતનું પલડું ભારે લાગે છે.

ભારતની બોલિંગ નબળી

ભારતની બોલિંગ નબળી

આ આખી શ્રેણીમાં અત્યારસુધી ભારતીય બોલિંગ ઘણી જ નબલી રહી છે, તો બીજી તરફ પણ ઓસ્ટ્રેલિયાની બોલિંગ પણ સારી કહીં શકાય તેવી નથી. જે બે મેચોમાં ભારતને જીત મળી તેમાં ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ 300 કરતા વધારે રન બનાવ્યા, પરંતુ બોલર્સ મેચ બચાવી શક્યા નહીં.

ટીમ કોમ્બિનેશન નિર્ધારિત કરતા પહેલા પીચ નીરિક્ષણ

ટીમ કોમ્બિનેશન નિર્ધારિત કરતા પહેલા પીચ નીરિક્ષણ

બન્ને ટીમો પોતાની ટીમ કોમ્બિનેશન નક્કી કરતા પહેલા બન્ને ટીમો પિચનું સારી રીતે નીરિક્ષણ કરશે, જેથી પોતાની બોલિંગ લાઇનઅપને પીચના મીજાજ અનુસાર કરી શકે.

ભારતીય ટીમમાં બદલાવના અણસાર ઓછા

ભારતીય ટીમમાં બદલાવના અણસાર ઓછા

જો કે, ભારતીય ટીમમાં બદલાવની શક્યતા ઓછી છે, કારણ કે ધોની વિનિંગ ટીમ સાથે છેડછાડ આમપણ પસંદ કરતા નથી.

English summary
India will yet again rely on their batting firepower as they seek to clinch the one day series against an equally determined Australia when the two teams clash in the seventh and final match here tomorrow in what promises to be another high scoring thriller.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X