For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓલિમ્પિકમાં ક્રિકેટને સમાવવા માટે પ્રસ્તાવ મોકલાયો, 6-6 ટીમો વચ્ચે યોજાશે

મળી રહેલી વિગતો અનુસાર, આઈસીસીએ ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. સમાચારોનું માનીએ તો 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટને સમાવવામાં આવી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવવાની વાતો ચાલી રહી છે ત્યારે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. મળી રહેલી વિગતો અનુસાર, આઈસીસીએ ક્રિકેટને ઓલિમ્પિકમાં સમાવવા માટે પ્રસ્તાવ મોકલ્યો છે. સમાચારોનું માનીએ તો 2028 ઓલિમ્પિકમાં ક્રિકેટને સમાવવામાં આવી શકે છે.

cricket

લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે આઈસીસીએ જોર લગાવ્યુ છે. હવે આઈસીસીએ ઓલિમ્પિકમાં પુરૂષ અને મહિલા ક્રિકેટને સામેલ કરવાનો પ્રસ્તાવ 2028ની ઓલિમ્પિક આયોજક સમિતિને મોકલ્યો છે. આ પ્રસ્તાવ અનુસાર ઓલિમ્પિકમાં 6-6 ટીમો વચ્ચે T20 સ્પર્ધા યોજાઈ શકે છે.

ESPNcricinfo ના એક અહેવાલ અનુસાર, ICC એ ઓલિમ્પિકમાં યોજાનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં પુરૂષ અને મહિલા બંને શ્રેણીમાં 6-6 ટીમો માટે પ્રસ્તાવ મોકલ્યો છે. ICC દ્વારા મોકલાયેલા પ્રસ્તાવમાં કહેવાયુ છે કે, જે ટીમો ચોક્કસ કટ-ઓફ તારીખે રેન્કિંગમાં ટોપ-6માં હશે તેને ઓલિમ્પિકમાં સીધો પ્રવેશ મળશે. આ મેથર્ડ પુરુષ અને મહિલા બંને ક્રિકેટ માટે અપનાવાશે. કટઓફ ડેટ વિશે હજુ નિર્ણય લેવાયો નથી.

રિપોર્ટ અનુસાર, ઓલિમ્પિકમાં ક્રિકેટનો સમાવવા મુદ્દે નિર્ણય આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ ઓક્ટોબરની આસપાસ લેશે. માર્ચ સુધીમાં નવી રમતોની યાદી ફાઇનલ કરાશે. મનાઈ રહ્યું છે કે, આઇસીસીએ છ ટીમની ટૂર્નામેન્ટનો પ્રસ્તાવ મૂક્યો છે, જેથી વધુ ખર્ચ ન થાય. IOC વિવિધ સ્પોર્ટસ ઈવેન્ટના આયોજનનો ખર્ચ ઘટાડવા પ્રયાસ કરી રહી છે.

English summary
A proposal was sent to include cricket in the Olympics, to be played between 6 teams each
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X