For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

T20 World Cup : ગાંગુલીના મતે આ ચાર ટીમ સેમિફાઈનલ રમશે!

ટી20 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ધમાકેદાર શરૂઆત કર છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્લ્ડકપ જીતવા માટે તમામ ટીમો જાન લગાવી રહી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ટી20 વર્લ્ડકપમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ધમાકેદાર શરૂઆત કર છે. ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્લ્ડકપ જીતવા માટે તમામ ટીમો જાન લગાવી રહી છે. આ તમામ બાબતો વચ્ચે હવે દિગ્ગજ ભારતીય ક્રિકેટર અને બીસીસીઆઈના પુર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મોટી ભવિષ્યવાણી કરી છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યુ છે કે, કઈ ચાર ટીમ સેમિફાઈનલ રમશે.

શું કહ્યું સૌરવ ગાંગુલીએ?

શું કહ્યું સૌરવ ગાંગુલીએ?

સૌરવ ગાંગુલીએ ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા જણાવ્યુ કે, મારા મતે ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સેમિફાઈનલમાં પહોંચી શકે છે. દક્ષિણ આફ્રિકા પાસે સારી બોલિંગ છે, તેનાથી તેને ઓસ્ટ્રેલિયન પરિસ્થિતીનો ફાયદો મળશે. ગાંગુલીએ આગળ કહ્યું કે, પહેલા જે થયુ તે ન વિચારવુ જોઈએ, ભારત જીતના દાવેદારોમાંથી એક હશે. આપણી ટીમ વધારે મજબુત છે, ટીમમાં સારા હિટર છે. ટી20 ક્રિકેટમાં ફોર્મ જરૂરી છે.

આ બે મોટી ટીમો બહાર થઈ જશે

આ બે મોટી ટીમો બહાર થઈ જશે

ગાંગુલીએ મજબુત બોલિંગ એટેક ધરાવતી પાકિસ્તાન અને ગયા વર્લ્ડકપમાં ફાઈનલ સુધી પહોંચનારી ન્યૂઝીલેન્ડની ટીમોને બહાર રાખી છે. ન્યૂઝીલેન્ડે તો પહેલા જ મેચમાં ઓસ્ટ્રેલિયાને 89 રને હરાવ્યુ છે. પાકિસ્તાની ટીમ પણ મજબુત છે.

ભારતની શાનદાર શરૂઆત

ભારતની શાનદાર શરૂઆત

પહલા જ મેચમાં ભારતીય ટીમે પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. પાકિસ્તાને ભારતને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે હાંસલ કરી લીધો હતો. વિરાટે 53 બોલમાં 82 રન બનાવ્યા અને અણનમ પરત ફર્યો હતો. તેને હાર્દિક પંડ્યા સાથે પાંચમી વિકેટ માટે 113 રન જોડ્યા હતા. હાર્દિકે 40 રન બનાવ્યા અને ત્રણ વિકેટ પણ લીધી હતી.

English summary
According to Ganguly, these four teams will play the semi-finals of the T20 World Cup!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X