AFG vs AUS : અફઘાનિસ્તાન-ઓસ્ટ્રેલિયા મુકાબલો રદ, ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલમાં એન્ટ્રી
AFG vs AUS : અફઘાનિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહત્વપૂર્ણ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. મેચ રદ થતા ઓસ્ટ્રેલિયાને લોટરી લાગી છે.
આ સાથે ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની સેમીફાઇનલમાં પ્રવેશનાર ત્રીજી ટીમ બની છે, જયારે ભારત અને ન્યુઝીલેન્ડ પહેલેથી જ ટોચ-4માં પોતાનું સ્થાન પક્કું કરી ચૂક્યાં છે.

મેચ રદ થવાથી અફઘાનિસ્તાનની સ્થિતિ મુશ્કેલ બની છે, પરંતુ હજુ તે સ્પર્ધામાં ટકી છે. હવે તેનો સેમિફાઈનલમાં પ્રવેશ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આગામી મેચ પર નિર્ભર છે. જો દક્ષિણ આફ્રિકા પરાજિત થાય છે તો અફઘાનિસ્તાન માટે સેમીફાઈનલમાં પ્રવેશવાની તક હશે.
આ મેચ પૂર્વે ઓસ્ટ્રેલિયાએ ગ્રુપ સ્ટેજમાં 4 પોઈન્ટ મેળવી લીધા છે. પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યા પછી દક્ષિણ આફ્રિકા સામેની મેચ પણ વરસાદના કારણે રદ થઈ હતી.
અફઘાનિસ્તાન સામેની મેચ અનિર્ણિત રહ્યા બાદ ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં સ્થાન સુનિશ્ચિત કર્યું છે.
મેચની વાત કરીએ તો અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 274 રનનો ટાર્ગેટ આપ્યો હતો. બીજી ઈનિંગમાં ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં 1 વિકેટે 109 રન બનાવ્યા હતા. આ ઈનિંગમાં ટ્રેવિસ હેડે અડધી સદી ફટકારી હતી. આ પછી વરસાદ શરૂ થતાં મેચ રોકવી પડી.
હવે અફઘાનિસ્તાન માટે આગામી દિવસો નિર્ણાયક સાબિત થશે, કારણ કે તેમની સેમિફાઇનલમાં પ્રવેશવાની આશાઓ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડની મેચના પરિણામ પર નિર્ભર રહેશે.












Click it and Unblock the Notifications
