For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 હજાર રન ને 350 વિકેટઃ આફ્રિદીએ નોંધાવી અનોખી સિદ્ધિ

|
Google Oneindia Gujarati News

ગયાના, 15 જુલાઇઃ પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ સુકાની અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ વનડે આતંરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં 7 હજાર રન અને 350 વિકેટ મેળવનાર પહેલો ખેલાડી બની ગયો છે. આફ્રિદીએ રવિવારે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધની મેચમાં ડ્વેન બ્રાવોની વિકેટ હાંસલ કરતાની સાથે જ 350 વિકેટના આંકડે પહોંચી ગયો હતો. વિકેટ મેળવવાની દ્રષ્ટીએ 350 કે તેથી વધુ વિકેટ મેળવનાર તે પાકિસ્તાનનો ત્રીજો અને વિશ્વનો આઠમો બોલર છે.

વનડે ક્રિકેટમાં શાહિદ આફ્રિદી ઉપરાંત શ્રીલંકાના સનત જયસુર્યા જ એકમાત્ર ખેલાડી છે, જેણે 300 વિકેટ લેવા ઉપરાંત 7 હજારથી વધુ રન બનાવ્યા છે. આફ્રિદીએ પોતાની કારકિર્દીમાં ત્રણ વખત પાંચથી વધુ વિકેટ ઉપરાંત 50 રનથી વધુની ઇનિંગ રમી છે અને આ સિદ્ધિ ત્રણવાર કરનાર શાહિદ આફ્રિદી વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.

shahid-afridi
શાહિદ આફ્રિદી સિવાય કોઇપણ ખેલાડી આ કારનામો એકથી વધુવાર કરી શક્યો નથી. અત્યારસુધી 16 વખત એવું બન્યું છે, જ્યારે વનડે ક્રિકેટમાં કોઇ ખેલાડીએ 50થી વધુ રનની ઇનિંગ રમી હોય અને પાંચ વિકેટ લીધી હોય.

વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રવિવારની મેચમાં આફ્રિદીએ 12 રન આપીને સાત વિકેટ લીધી છે. આ વનડે ક્રિકેટના ઇતિહાસનો બીજો સર્વશ્રેષ્ઠ બોલિંગ આંકડો છે. સર્વશ્રેષ્ઠ બોલિંગ આકંડો શ્રીલંકાના ચામિંડા વાસના નામે છે. જેણે 2001માં ઝિમ્બાબ્વે વિરુદ્ધ 19 રન આપીને આઠ વિકેટ મેળવી હતી.

English summary
pakistan's shahid afridi is the only man to take 350 wickets and 7000 runs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X