For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસીબીમાં રાજકારણ હોવાથી કૂક છે હજુ સુધી સુકાનીઃ પીટરસન

|
Google Oneindia Gujarati News

લંડન, 26 જુલાઇઃ બેટ્સમેન કેવિટ પીટરસનનું માનવું છેકે ઇસીબીમાં રાજકારણના કારણે એલિસ્ટર કૂક ઇંગ્લેન્ડના સુકાની તરીકે યથાવત છે. તેમણે કહ્યું કે, ભારત વિરુદ્ધ શ્રેણી દરમિયાન કૂકની જે સ્થિતિ થઇ છે, તેઓ પોતાના દુશ્મન માટે પણ આવી કામના નહીં કરે.

પીટરસને ડેલી ટેલીગ્રાફમાં લખ્યું છેકે, હાલ માત્ર રાજકારણના કારણે કૂક પદ પર યથાવત છે, કારણ કે ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તેમની સાથે છે અને તેઓને લાગે છેકે હાલ તેને પદ પરથી હટાવવાથી તેમની છબી વધુ ખરાબ થશે. પીટરસને કહ્યું કે, તેમને કૂક પ્રત્યે સહાનુભૂતિ છે, જે સતત ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યાં છે.

તેમણે કહ્યું કે, એલિસ્ટર કૂકનો આ શ્રેણીનો અનુભવ એવો છે, જે અંગે હું મારા સૌથી ખરાબ દુશ્મન માટે પણ કામના નહીં કરું. તે રાત્રે ઉંઘી નથી શકતો. સવારે ઉઠ્યા બાદ તેમના દિમાગમાં પહેલો અને અંતિમ વિચાર સુકાની અને કારકિર્દીને લઇને ચિંતા રહેતી હશે.

કૂકે છોડી દેવી જોઇએ સુકાની

કૂકે છોડી દેવી જોઇએ સુકાની

તેમણે કહ્યું કે, કૂકે ઇંગ્લેન્ડની ભલાઇ અર્થે નિર્ણય લઇને સુકાની છોડી દેવી જોઇએ. તેમણે એ જણાવી દીધું છેકે ટીમના સુકાની બની રહેવા માટે તેમની પાસે કોઇ રણનીતિક દિમાગ નથી.

પહેલી ટેસ્ટ ડ્રો લોર્ડ્સમાં પરાજય

પહેલી ટેસ્ટ ડ્રો લોર્ડ્સમાં પરાજય

નોટિંગહામ ખાતેની પહેલી ટેસ્ટ ડ્રો રઇ હતી, જેમાં કૂકનું પ્રદર્શન નબળં હતું. જ્યારે લોર્ડ્સ ખાતે પણ તેનું પ્રદર્શન કાંગળ રહ્યું હતું અને ઇંગ્લેન્ડનો પરાજય થયો હતો.

ટેસ્ટ શ્રેણીમાં કૂકનું પ્રદર્શન

ટેસ્ટ શ્રેણીમાં કૂકનું પ્રદર્શન

કૂકે નોટિંગહામ ખાતેની ટેસ્ટમાં 5 રન અને લોર્ડ્સ ખાતે 10 અને 22 રન બનાવ્યા હતા.

ઇશાંતે કૂકને આઠ વખત બનાવ્યો છે શિકાર

ઇશાંતે કૂકને આઠ વખત બનાવ્યો છે શિકાર

લોર્ડ્સ ટેસ્ટમાં ઇશાંત શર્માએ એલિસ્ટર કૂકને પોતાની શિકાર બનાવ્યો હતો. લોર્ડ્સ ટેસ્ટમાં ઇશાંતે બીજી ઇનિંગમાં કૂકને 22 રન પર આઉટ કર્યો હતો. આ સાથે જ ઇશાંતે કૂકને સૌથી વધુ આઠ વખત પોતાનો શિકાર બનાવ્યો છે.

English summary
Alastair Cook has managed to hold on to England captaincy solely because of "politics", says maverick batsman Kevin Pietersen
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X