For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Copa America 2021: બ્રાઝીલને હરાવી અર્જેન્ટીના બન્યું ચેમ્પિયન, મેસીને ઈન્ટરનેશનલ ટાઈટલ

Copa America 2021: બ્રાઝીલને હરાવી અર્જેન્ટીના બન્યું ચેમ્પિયન, મેસીને ઈન્ટરનેશનલ ટાઈટલ

|
Google Oneindia Gujarati News

લિયોનેલ મેસ્સીના અર્જેન્ટીનાએ રવિવારે કોપા અમેરિકા ફાઈનલમાં બ્રાઝીલને 1-0થી હરાવી ખિતાબ પર કબ્જો જમાવી લીધો છે. આની સાથે જ તેમણે પોતાનો 15મો કોપા અમેરિકા ખિતાબ જીતી લીધો છે. અર્જેન્ટીના માટે એકમાત્ર વિજયી ગોલ એંડલ ડિ મારિયાએ પહેલા હાફ વચ્ચે કર્યો.

Copa America 2021

અર્જેન્ટીનાની જીત બાર્સિલોનાના સ્ટ્રાઈકર લિયોનેલ મેસી માટે એક વિશેષ જીત હતી, જેમણે એક દશકાથી વધુ સમય બાદ બ્લૂ અને સફેદ શર્ટમાં પોતાનો પહેલો ખિતાબ જીત્યો.

મેસીએ ચાર ગોલ સાથે ટૂર્નામેન્ટના સંયુક્ત શીર્ષ ગોલ કરનાર ખેલાડી તરીકે સમાપ્ત કર્યો અને નેમાર સાથે સંયુક્ત સર્વશ્રેષ્ઠ ખેલાડી ચૂંટાયા છે. જો કે મોટાભાગના સમયે શાંત રહ્યા અને બે મિનિટ બાકી રહેતાં ખેલને સમાપ્ત કરવાનો સોનેરી મોકો પણ ગુમાવી દીધો.

જેવી જ અંતિમ સીટી વગાડવામાં આવી તો ટીવી પર ઘોષણા કરવામાં આવી, "અર્જેન્ટીના ચેમ્પિયન, લિયોન મેસી ચેમ્પિયન."

મેચ સમાપ્ત થયો ત્યારે મેસીની આંખોમાં ખુશીના આંસુ હતા અને તેના સાથીઓ તેને હવામાં ઉછાળી રહ્યા હતા.

આ ટૂર્નામેન્ટમાં બ્રાઝીલ દ્વારા ખાધેલો માત્ર ત્રીજો ગોલ હતો. નેમારે ડ્રિબલ અને પાસ સાથે આકરી મહેનત કરી, પરંતુ સેલેકાઓએ અર્જેન્ટીનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેજને માંડ ડરાવ્યું. કોચ ટિટેની ટીમે કોપા અમેરકિામાં પોતાની પાછલી મેચ જીતી હતી અને તમામમાં ગોલ કર્યા હતા.

પાછલા મેચની જેમ જ ફાઈનલમાં પણ મેસીનુ પ્રદર્શન પ્રભાવશાળી હતું, જે દરમિયાન તેમણે ચાર ગોલ કર્યા અને પાંચમાં સહાયતા કરી. 88મી મિનિટ પર તેમની પાસે સ્પષ્ટ મોકો હતો, તેમણે એડર્સનને ડ્રિબલ કરવાની કોશિશ કરી, પરંતુ બ્રાઝીલના ગોલકીપરે તેમને રોકી દીધા.

હવે આ ટાઈટલ જીતથી અર્જેન્ટિનાના સુપરસ્ટારને રાષ્ટ્રીય ટીમ માટે પણ કંઈક હાંસલ કરવાનો મોકો મળ્યો છે. તેમના માટે આ રાહતની વાત છે કેમ કે કેટલાય ટીકાકારો કહે છે કે મેસી પોતાની નેશનલ ટીમ માટે જાદૂ ન દેખાડી શક્યો, જેવો તેમણે ક્લબો માટે રમતાં હાંસલ કર્યો છે.

English summary
Argentina defeats Brazil in copa america 2021
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X