For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોર્બ્સની 'હેટ લિસ્ટ'માં ટોપર બન્યા આર્મસ્ટ્રોંગ

By Super
|
Google Oneindia Gujarati News

LanceArmstrong
વોશિંગટન, 7 ફેબ્રુઆરીઃ વિશ્વના જાણિતા સાઇક્લિસ્ટ લાન્સ આર્મસ્ટ્રોંગને તાજેતરમાં જ ડોપિંગની સ્વિકૃતિ બાદ ફોર્બ્સ મેગેઝિને અમેરિકાના સૌથી અણગમતા એથ્લિટ્સની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું છે.

ફોર્બ્સની વેબસાઇટે બુધવારે જારી કરવામાં આવેલી અણગમતા એથલીટ્સની યાદીમાં આર્મસ્ટ્રોંગ ટોચ પર છે. તેમના ઉપરાંત મહિલા મિત્રના મોતને લઇને ખોટી અફવા ફેલાવનારા અમેરિકન ફૂટબોલર મેન્ટી ટી ઓ બીજા અને ક્યારેક ગોલ્ફના બાદશાહ કહેવાતા ટાઇગર વુડ્સ અણગમતા એથ્લિટ્સમાં ત્રીજા સ્થાને છે.

વર્ષોથી ડોપિંગના આરોપોને ખોટા ગણાવનારા આર્મસ્ટ્રોંગે તાજેતરમાં જાણીતા ટીવી પ્રસ્તોતા ઓપ્રા વિન્ફ્રેના શો પર વિશ્વની સામે પ્રતિબંધિત દવાઓના સેવનની વાતનો સ્વિકાર કર્યો હતો. લાંબા સમયથી ડોપિંગના આરોપોને નકારવા અને તેને લઇને કાયદાની લડાઇ લડનારા આર્મસ્ટ્રોંગે અમેરિકા ડોપિંગ નિરોધી એજન્સી(યૂએસએડીએ) પહેલા જ તેમના સાત ટૂર ડી ફ્રાન્સ એવોર્ડ પરત લઇ ચૂક્યું છે.

આર્મસ્ટ્રોંગ ઉપરાંત 14 વખત મેજર ગોલ્ફ ચેમ્પિયન અને ગત મહિને પોતાની કારકિર્દીનું 75મું યૂએસ પીજીએ ટૂર ખિતાબ જીતનારા વુડ્સ મીડિયામાં છવાયેલા પોતાના સેક્સ સ્કેન્ડલ બાદ અણગમતા એથલિટ્સમાં સામેલ કરવામાં આવ્યા છે. આ મામલા બાદ માત્ર અમેરિકન ગોલ્ફરના લગ્ન જ નહોતા તૂટ્યાં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર તેની છબી અને કારકિર્દીને પણ ઘણું નુક્સાન પહોંચ્યું હતું.

મેજર લીગ બેસબોલ ન્યૂયોર્ક યૈન્કીના બેસબોલ ખેલાડી એલેક્સ રાડ્રિગુએજને પણ ફોર્બ્સની 'હેટ લિસ્ટ'માં ટોચ 10માં સ્થાન મળ્યું છે. રાડ્રિગુએજને વર્ષ 2009માં પ્રતિબંઘિત દવાઓના સેવનની વાતનો સ્વિકાર કર્યો હતો, જ્યારે મિયામી ન્યૂ ટાઇમ્સ રિપોર્ટ અનુસાર એથલિટને ગયા મહિને પણ ડ્રગ્સનો સહારો લીધો હતો.

ફોર્બ્સે જણાવ્યા અનુસાર સર્વેક્ષણ ભાગ લેનારા લોગો દ્વારા સૌથી વધારે નાપસંદ કરવામાં આવેલા એથ્લિટ્સને મળેલા વોટ્સના આધારે પસંદ કરવામાં આવ્યા છે. આ યાદીમાં અમેરિકા ફુટબોલ ક્વાર્ટરબેક માઇકલ વિક, જાણિતા અમેરિકન બાસ્કેટબોલ ખેલાડી મેટા વર્લ્ડ પીસ અને નાસ્કાર સ્પ્રિન્ટ કપ સીરીઝ ડ્રાઇવર કર્ટ થોમસ પુશનું નામ પણ સામેલ છે.

English summary
Disgraced US cyclist Lance Armstrong has topped a new list by Forbes magazine of the most disliked athletes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X