Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

પેરિસ ઓલિમ્પિકમાં વપરાશે અધધ આટલા કોન્ડોમ, 75 ટકા ખેલાડીઓ કરે છે ઉપયોગ

આ વર્ષે ખેલની દુનિયાની સૌથી મોટી ઈવેન્ટ પેરિસ ઓલિમ્પિક યોજાવા જઈ રહી છે. અહેવાલો અનુસાર, આ ઓલિમ્પિકમાં ફરીથી એક જુની પરંપરા શરૂ થશે.

અહેવાલો અનુસાર, પેરિસ ઓલિમ્પિક્સ જૂની પરંપરાને પુનર્જીવિત કરવા માટે તૈયાર છે. ફરી એકવાર ઓલિમ્પિક ઈવેન્ટ દરમિયાન ખેલાડીઓને હજારો કોન્ડોમનું વિતરણ કરવામાં આવશે.

Paris Olympics

છેલ્લી વખત 2021માં કોરોનાને કારણે ટોક્યો ઓલિમ્પિક્સ એક વર્ષ મોડી યોજાઈ હતી. આ સમયગાળા દરમિયાન કોરોનાના જોખમને ધ્યાનમાં રાખીને ઈન્ટિમેટ થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

આ વખતે પેરિસ ઓલિમ્પિકમાં ઈન્ટિમેટ થવા પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે. ઓલિમ્પિક વિલેજના ડિરેક્ટર લોરેન્ટ મિચાઉડે સ્કાય ન્યૂઝને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે આ વખતે 14,250 એથ્લેટ્સને 300,000 કોન્ડોમનું વિતરણ કરવામાં આવશે. પેરિસ ઓલિમ્પિક 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી ચાલશે.

ઓલિમ્પિકમાં કોન્ડોમનું વિતરણ વર્ષ 1988માં શરૂ થયું હતું. ઓલિમ્પિક દરમિયાન છત પર વિશાળ માત્રામાં કોન્ડોમ મળી આવ્યા પછી ઓલિમ્પિક એસોસિએશને આઉટડોર સેક્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી કોન્ડોમનું વિતરણ શરૂ થયું. આ પહેલ લોકોમાં HIV અને AIDS વિશે જાગૃતિ ફેલાવવા માટે કરવામાં આવી હતી.

ગયા ઓલિમ્પિક દરમિયાન ટોક્યોમાં 150,000 કોન્ડોમનું વિતરણ કરવામાં આવ્યું હતું. જો કે, બાદમાં સત્તાવાળાઓએ કોવિડને કારણે નિયંત્રણો લાદ્યા હતા. આ દરમિયાન અન્ય વ્યક્તિથી સાડા છ ફૂટનું અંતર રાખવા સૂચના આપવામાં આવી હતી. રમતવીરોને આલિંગન અને હેન્ડશેક જેવા બિનજરૂરી સ્પર્શ ટાળવાની સલાહ આપવામાં આવી હતી.

લોકપ્રિય માન્યતા એવી છે કે આ કોન્ડોમ ખેલાડીઓને સેક્સ માટે વહેંચવામાં આવે છે. જ્યારે અધિકારીઓના જણાવ્યા અનુસાર, એચઆઇવી અને એઇડ્સ વિશે જાગૃતિ ફેલાવવા માટે ખેલાડીઓને કોન્ડોમનું વિતરણ કરવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X