For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એશિયા ચેમ્પિયનશિપ: પીવી સિંધુએ પાક્કો કર્યો મેડલ, ચીનને હરાવી સેમીફાઇનલમાં પહોચી

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં, ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ શુક્રવારે મેડલ સુનિશ્ચિત કરવા માટે 'ચીનની દિવાલ' પાર કરી. ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે ચીનની હી બિંગ

|
Google Oneindia Gujarati News

બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપમાં, ભારતની સ્ટાર ખેલાડી પીવી સિંધુએ શુક્રવારે મેડલ સુનિશ્ચિત કરવા માટે 'ચીનની દિવાલ' પાર કરી. ડબલ ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે ચીનની હી બિંગ ઝિયાઓ પર રોમાંચક જીત મેળવી હતી. આ સાથે સિંધુએ મેડલ નિશ્ચિત કરી લીધો છે. સિંધુએ બે વર્ષના ગાળા બાદ પુનરાગમન કર્યું હતું.

PV sindhu

ચોથી ક્રમાંકિત સિંધે એક કલાક અને 16 મિનિટ સુધી ચાલેલા ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં પાંચમી ક્રમાંકિત ચીની ખેલાડીને 21-9 13-21 21-19થી હરાવી હતી. સિંધુએ સમય ગુમાવ્યા વિના પ્રથમ સેટમાં 11-2ની સરસાઈ મેળવી અને મેચ 21-9થી સમાપ્ત કરીને 1-0થી જીત મેળવી. પરંતુ બીજા સેટમાં, Bing Xiao એ જોરદાર પ્રદર્શન કરીને પુનરાગમન કર્યું. પહેલા હાફ સુધીમાં બિંગે 6-4ની સરસાઈ મેળવી લીધી હતી. ત્યાર બાદ છેલ્લી ઘડીએ સતત 5 પોઈન્ટ સાથે 19-12ની લીડ મેળવી હતી અને અંતે મેચ 21-13થી જીતીને મેચ બરાબરી કરી હતી.

ત્રીજા અને નિર્ણાયક સેટમાં પીવી સિંધુએ શરૂઆતમાં જ બિંગ પર હુમલો કરવા માટે ક્રોસ કોર્ટ સ્મેશ રમ્યો હતો. એક સમયે બંને 2-2ની બરાબરી પર હતા, પરંતુ સિંધુએ બ્રેક સુધી 11-5ની સરસાઈ મેળવી લીધી હતી. જોકે, બિંગ ઝિયાઓએ બ્રેક બાદ પુનરાગમન કરવાનો પ્રયાસ કર્યો હતો. મેચ પણ રોમાંચક વળાંક પર ગઈ હતી. સિંધુ એક સમયે 15-9થી આગળ હતી, પરંતુ પછી પોઈન્ટ 16-15 પર પહોંચી ગયા. આ પછી સિંધુ 18-16થી આગળ હતી અને તેણે 3 મેચ પોઈન્ટ મેળવીને 21-19થી મેચ જીતી લીધી હતી.

English summary
Asia Championship: PV Sindhu Beat China And Entered In Semi Finals
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X