એશિયન ગેમ્સમાં ભારતની ધમાકેદાર શરુઆત, એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં જીત્યો પહેલો ગોલ્ડ
Asian Games 2023: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં આજે 25મી સપ્ટેમ્બરે ભારતે ગોલ્ડ મેડલ સાથે સારી શરૂઆત કરી છે. ભારતે તેનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે. રૂદ્રાક્ષ પાટીલ, ઐશ્વર્યા તોમર અને દિવ્યાંશ પંવારે 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે.
19મી એશિયન ગેમ્સમાં, ભારતને પુરૂષોની 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં પહેલો ગોલ્ડ મેડલ મળ્યો છે, જ્યાં ઐશ્વર્યા પ્રતાપ સિંહ તોમર, રુદ્રાક્ષ પાટીલ અને દિવ્યાંશ પંવારની ત્રિપુટીએ તેમના પ્રદર્શનના આધારે કમાલ કરી છે. રૂદ્રાક્ષ, ઐશ્વર્યા અને દિવ્યાંશની ત્રિપુટીએ 1893.7 પોઈન્ટ મેળવીને ભારતને પ્રથમ ગોલ્ડ અપાવ્યો છે.

ભારત પાસે પણ આજે એશિયન ગેમ્સમાં પોતાનો બીજો ગોલ્ડ મેડલ જીતવાની શ્રેષ્ઠ તક હશે, કારણ કે મહિલા ક્રિકેટ ટીમ સોમવારે ફાઇનલમાં શ્રીલંકા સામે ટકરાશે. સ્મૃતિ મંધાનાની આગેવાની હેઠળની ટીમે સેમિફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.
એશિયન ગેમ્સ 2023 SonyLiv દ્વારા લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી રહી છે. દર્શકો Sony Sports Ten 2 SD & HD અને Sony Sports Ten 3 SD & HD (હિન્દી) ટીવી ચેનલો પર લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે છે.












Click it and Unblock the Notifications
