એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓની ધમાલ, મેડલની સંખ્યા 100 ને પાર
એશિયન ગેમ્સમાં ભારતના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જારી છે. ભારતીય ખેલાડીઓએ કમાલ કરતા એશિયન ગેમ્સમાં 100 મેડલનો આંકડો પાર કરી લીધો છે.
એશિયન ગેમ્સ 2023માં ભારતીય ખેલાડીઓએ ઈતિહાસ રચતા પ્રથમ વખત ભારતના 100 મેડલ કન્ફર્મ થયા છે. 1951થી રમાઈ રહેલા એશિયન ગેમ્સમાં ભારત પ્રથમ વખત 100 મેડલના આંકડા સુધી પહોંચ્યું છે.

અત્યાર સુધીમાં ભારતે 91 મેડલ જીત્યા છે જ્યારે 9 મેડલ કન્ફર્મ થયા છે. ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધીમાં 21 ગોલ્ડ, 33 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ ઉપરાંત તીરંદાજીમાં 3, કબડ્ડીમાં 2 અને બેડમિન્ટન, બ્રિજ, ક્રિકેટ અને હોકીમાં એક-એક મેડલ નક્કી છે. અગાઉ 2018માં ભારતે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 70 મેડલ જીત્યા હતા.
ભારતે ગેમ્સમાં અત્યાર સુધીમાં એથ્લેટિક્સમાં સૌથી વધુ 29 મેડલ જીત્યા છે. જેમાં 6 ગોલ્ડ, 14 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ સામેલ છે. આ સિવાય શૂટર્સે પણ 22 મેડલ જીત્યા હતા. જેમાં 7 ગોલ્ડ, 9 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
એશિયન ગેમ્સના ઈતિહાસમાં પ્રથમ વખત ભારત 20 ગોલ્ડ મેડલ સુધી પહોંચ્યું છે. આ સિવાય હવે તીરંદાજી, બોક્સિંગ, સ્ક્વોશ અને રોઈંગમાં 5 મેડલ જીત્યા છે. અત્યાર સુધીમાં 17 રમતોમાં ઓછામાં ઓછો એક મેડલ જીત્યો છે જ્યારે 3 અન્ય રમતોમાં મેડલ નિશ્ચિત છે. એટલે કે ભારત કુલ 20 રમતોમાં મેડલ જીતવાનું નિશ્ચિત છે.












Click it and Unblock the Notifications
