For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને હરાવી એશિઝ જીતી, સ્કોટ બોલેન્ડે 134 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો!

ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવીને એશિઝ ટ્રોફી પર કબજો કર્યો છે. નિઃસહાય ઈંગ્લેન્ડ પર નવા બોલર સ્કોટ બાલેન્ડનું પલ્લું ભારે હતું, જેને કારણે ઈંગ્લિશ ટીમ માત્ર 68 રન બનાવીને જ ઢગલો થઈ ગઈ હતી.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને ખરાબ રીતે હરાવીને એશિઝ ટ્રોફી પર કબજો કર્યો છે. નિઃસહાય ઈંગ્લેન્ડ પર નવા બોલર સ્કોટ બાલેન્ડનું પલ્લું ભારે હતું, જેને કારણે ઈંગ્લિશ ટીમ માત્ર 68 રન બનાવીને જ ઢગલો થઈ ગઈ હતી. એશિઝ શ્રેણીમાં બ્રિટિશ ખેલાડીઓની આ સતત ત્રીજી એશિઝ ટેસ્ટ હાર છે. શ્રેણીની પ્રથમ બે મેચમાં પણ અંગ્રેજોને ખરાબ હાર મળી હતી.

Ashes

શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહી છે, જ્યાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ દરમિયાન માત્ર 185 રન બનાવ્યા હતા. આ પછી, ઇંગ્લિશ બોલરોએ કોઈક રીતે ઓસ્ટ્રેલિયાને 267 રનમાં આઉટ કર્યા પછી 82 રનની લીડ લેવા દીધી, પરંતુ જ્યારે બેટિંગની જરૂર હતી ત્યારે બ્રિટીશ ટીમ બીજા દાવમાં માત્ર 68 રનમાં જ સમેટાઈ ગઈ. આ રીતે ઓસ્ટ્રેલિયાનો 1 દાવ અને 14 રને વિજય થયો હતો. હવે ઓસ્ટ્રેલિયાની ટીમ 3-0થી આગળ છે અને શ્રેણીમાં હજુ બે મેચ રમવાની બાકી છે.

સ્કોટ બોલેન્ડે પણ ટેસ્ટ ડેબ્યૂમાં 5 વિકેટ ઝડપીને સૌથી ઓછા રન-ખર્ચનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 7 રનમાં 5 વિકેટ લીધી અને ઓસ્ટ્રેલિયાના ચાર્લ્સ ટર્નરને પાછળ છોડી દીધો, જેણે 1887માં ઈંગ્લેન્ડ સામે 15 રનમાં 5 વિકેટ લીધી હતી. બોલેન્ડ માટે આ સપનુ હતું, કારણ કે તેણે 7/55ના મેચ આંકડા સાથે મેચ પૂરી કરી અને મેલબોર્નમાં ડેબ્યૂમાં મેન ઓફ ધ મેચ જીત્યો.

ઈંગ્લેન્ડે 31/4 પર દિવસની શરૂઆત કરી અને કેપ્ટન જો રૂટ અને બેન સ્ટોક્સે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર સૌથી મોટી આશા તરીકે શરૂઆત કરી. જો કે, મિચેલ સ્ટાર્કે બેન સ્ટોક્સને 18મી ઓવરમાં 11 રને બોલ્ડ આઉટ કરીને મુશ્કેલી વધારવાનું કામ શરૂ કરી દીધુ હતું,

બોલેન્ડે જોની બેયરસ્ટોને પાંચ રન પર એલબીડબ્લ્યુ, રૂટને 28 રન પર અને ટેલેન્ડર માર્ક વુડ અને ઓલી રોબિન્સનને શૂન્ય રને આઉટ કર્યા હતા. ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર કેમરોન ગ્રીને જેમ્સ એન્ડરસનને બે રને શરમજનક રીતે બોલ્ડ કરી દીધો હતો. ભલે ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે 2021નો અંત ટેસ્ટમાં સૌથી વધુ રન-સ્કોરર તરીકે કર્યો (1708) પરંતું કારમી હારનું કલંક અંગ્રેજો માટે ઝડપથી ધોવાવાનું નથી. રુટે મેચ બાદ સ્વીકાર્યું હતું કે બ્રિસ્બેન અને એડિલેડમાં પ્રથમ બે ટેસ્ટ હાર્યા બાદ ઓસ્ટ્રેલિયાએ તેને પરત ફરવાની કોઈ તક આપી નથી. બંને ટીમો વચ્ચે ચોથી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડનીમાં રમાશે.

English summary
Australia beat England to win Ashes, Scott Boland breaks 134 year old record!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X