ચેપલે પંસદ કરી ઓલ ટાઇમ લેફ્ટ હેન્ડ ઓસ્ટ્રેલિયન વનડે ટીમ
મેલબોર્ન, 13 ઑગસ્ટઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વૂ સુકાની ગ્રેગ ચેપલે તાજેતરમાં ઓલ ટાઇમ ઓસ્ટ્રેલિયન લેફ્ટ હેન્ડ(ડાબોડી) વનડે ટીમ જાહેર કરી છે, તેમણે આ ટીમ આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડેની ઉજવણીના ભાગરૂપે જાહેર કરી હતી.
આ ટીમમાં ચેપલે પ્રેરણાદાયક ખેલાડી એલન બોર્ડરને સુકાની તરીકે જાહેર કર્યા છે, જ્યારે એડમ ગિલક્રિસ્ટને ઉપસુકાની બનાવ્યા છે. તેમણે પોતાની આ ટીમની જાહેરાત ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટ પર કરી છે.
પોતાની ટીમ પસંદગી અંગે તેમણે કહ્યું છેકે આ એક સરસ ક્રિકેટ ટીમ છે, એલન બોર્ડર નિર્વિવાદ રીતે સુકાની પદે યોગ્ય છે, કારણ કે તે એક પ્રેરણાત્મક ખેલાડી છે, એક સારા બેટ્મસેન છે, તેમજ જો જરૂરિયાત ઉભી થાય તો તેઓ સ્પિન બોલિંગ પણ ટીમ માટે કરી શકે છે. તો ચાલો તસવીરો થકી ગ્રેગ ચેપલની ટીમ પર નજર ફેરવીએ અને જાણીએ કે તેમાં કયા કયા ખેલાડીઓનો સમાવેશ કરવામા આવ્યો છે.
આ પણ વાંચોઃ- શું ધોન માટે લકી સાબિત થશે ‘અનલકી' 13?
આ પણ વાંચોઃ- ..તો ખેડૂત બની ગયો હોત વિરેન્દ્ર સેહવાગ
આ પણ વાંચોઃ- પદ્મ પુરસ્કારો માટે ધોની અને કોહલીના નામની ભલામણ

પહેલો ખેલાડી
એડમ ગિલક્રિસ્ટ(ઉપસુકાની, વિકેટકીપર)

બીજો ખેલાડી
મેથ્યુ હેડન

ત્રીજો ખેલાડી
એલન બોર્ડર(સુકાની)

ચોથો ખેલાડી
નેઇલ હાર્વે

પાંચમો ખેલાડી
માઇક હસી

છઠ્ઠો ખેલાડી
માઇકલ બેવન

સાતમો ખેલાડી
ગેરી ગ્લિમર

આઠમો ખેલાડી
એલન ડેવિડસન

નવમો ખેલાડી
મિશેલ જ્હોન્સન(બોલર)

દશમો ખેલાડી
રે બ્રાઇટ(બોલર)

અગ્યારમો ખેલાડી
બ્રાડ હોજ(બોલર)

બારમો ખેલાડી
બ્રુસ રેઇડ