For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

..તો ખેડૂત બની ગયો હોત વિરેન્દ્ર સેહવાગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 ઑગસ્ટઃ ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના વિસ્ફોટક બેટ્સમેન અને હાલની ટીમ ઇન્ડિયામાંથી બહાર કરવામાં આવેલા ઓપનિંગ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે કહ્યું છે, ગત આઇપીએલ શ્રેણી દરમિયાન તેમનું જે ફોર્મ હતું તેને તેઓ આવનારી ચેમ્પિયન્સ લીગ ટી20માં પણ ચાલું રાખવા માગે છે. આ ટૂર્નામેન્ટની શરૂઆત એકાદ મહિનાની અંદર થનારી છે.

સીઆરપીએફના 75 વર્ષ પૂર્ણ થતાં હાફ મેરેથોનના આયોજન અંગે જાહેરાત કરતી વખતે સેહવાગે ક્રિકેટ સંબંધિત કોઇપણ પ્રશ્નનો જવાબ આપવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે, મને ચેમ્પિયન્સ લીગમાં સારા પ્રદર્શનની આશા છે. મે મારી એકડમી( હરિયાણાના ઝજ્જર)માં અભ્યાસ શરૂ કરી દીધો છે. હું નિયમિત રીતે નેટ પર બેટિંગ કરી રહ્યો છું અને ત્યાં ટ્રેનિંગ લઇ રહ્યો છું. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ-પહેલા ઇંગ્લેન્ડ અને હવે ઝારખંડે આપ્યો ધોનીને ઝાટકો
આ પણ વાંચોઃ-કારનો ગંભીર અકસ્માતઃ ચમત્કારિક રીતે બચ્યા ગાવસ્કર
આ પણ વાંચોઃ-' પરાજીત ' ધોની સામે વિજયી બનવા કૂકને બોયકોટે આપી આ સલાહ

10 સપ્ટેમ્બર સુધી લેશે ટ્રેનિંગ

10 સપ્ટેમ્બર સુધી લેશે ટ્રેનિંગ

સેહવાગે વધુમાં કહ્યું છેકે તે આગામી 10 સપ્ટેમ્બર સુધી પોતાની એકેડમીમાં ટ્રેનિંગ લેશે, ત્યારબાદ તે ટૂર્નામેન્ટ માટે ટીમ( કિંગ્સ ઇલેવન પંજાબ) સાથે જોડાઇ જશે.

તો હું પણ મેરાથોનમાં આવીશ

તો હું પણ મેરાથોનમાં આવીશ

સેહવાગે કહ્યું કે, સીઆરપીએફના જવાનો અને અધિકારીઓએ દેશ માટે ઘણું બલિદાન આપ્યું છે. આ ઇવેન્ટ સાથે જોડાવું એ ગર્વ સમાન બાબત છે. જો હું દિલ્હીમાં 12 ઓક્ટોબરના દિવસે હોઇશ તો ચોક્કસપણે આ મેરાથોનમાં આવીશ અને ભાગ લેનારાઓનો ઉત્સાહ વધારીશ.

નિવૃત્તિ પછી લેશે મેરાથોનમાં ભાગ

નિવૃત્તિ પછી લેશે મેરાથોનમાં ભાગ

જ્યારે સેહવાગને પૂછવામાં આવ્યું કે તેઓ આ ઇવેન્ટમાં દોડવા માટે ભાગ લેશે તો સહેવાગે કહ્યું કે, અમને ટેસ્ટ મેચમાં 5 કે છ કિ.મી પણ દોડવાનું હોતું નથી. હું 21 કિ.મી સીધુ દોડી શકું નહીં, પરંતુ નિવૃત્તિ પછી હું તેમાં ભાગ લઇશ.

ક્રિકેટર ના હોત તો શું હોત

ક્રિકેટર ના હોત તો શું હોત

સેહવાગને પૂછવામાં આવ્યું કે તે ક્રિકેટર ન બન્યા હોત તો શું હોત, જેના જવાબમાં તેણે કહ્યું કે, ખેડૂત, મારા પિતા ખેડૂત હતા અને તેમણે હરિયાણામાં ખેતિની જમીન લીધી છે, હું તેમના રસ્તે ચાલ્યો હોત અને ખેડૂત બન્યો હતો.

English summary
Discarded India opener Virender Sehwag says he wants to carry forward his good form from the last edition of Indian Premier League to the upcoming Champions League T20 which will be held in just over a month from now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X