કારનો ગંભીર અકસ્માતઃ ચમત્કારિક રીતે બચ્યા ગાવસ્કર
લંડન, 12 ઑગસ્ટઃ ભારતના પૂર્વ સુકાની સુનિલ ગાવસ્કરની કરને ગંભીર અકસ્માત નડ્યો હતો, જોકે સદભાગ્યે તેમને કોઇ ઇજા પહોંચી નથી. એક મીડિયા અહેવાલ અનુસાર સુનિલ ગાવસ્કરની કારને રવિવારે ભારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે આ અકસ્માત નડ્યો હતો.
સુનિલ ગાવસ્કર હાલ ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી દરમિયાન કોમેન્ટ્રી કરી રહ્યાં છે. તેઓ માન્ચેસ્ટરથી લંડન એક જગુઆર કારમાં મુસાફરી કરી રહ્યાં હતા. તે દરમિયાન આ ઘટના ઘટી હતી. ચોથી ટેસ્ટ પૂર્ણ થયા બાદ તેઓ લંડન તરફ જઇ રહ્યાં હતા ત્યારે અચાનક તેમના ડ્રાઇવરે સમય સુચકતા વાપરી ભારે વરસાદમાં વિરુદ્ધ દિશામાંથી આવી રહેલી કાર સાથે ગંભીર અકસ્માત થતાં અટકાવ્યો હતો.
આ પણ વાંચોઃ- ધોની ટેસ્ટ ક્રિકેટનો સૌથી ખરાબ રેકોર્ડ રચવાની નજીક
આ પણ વાંચોઃ- બોર્ડર પર જવાનોને મળ્યો ‘કાશ્મીરી' સુરેશ રૈના
આ પણ વાંચોઃ- આરામ કરવા ત્રણ દિવસમાં ટેસ્ટ હારી માહીની ટીમ!

ગાવસ્કર સાથે તેમના મિત્ર અને નિકોલસ હતા કારમાં
જે કારને અકસ્માત નડ્યો હતો તે આ કારમાં સુનિલ ગાવસ્કર પોતાના લંડન સ્થિત મિત્ર ચંદ્રેશ પટેલ સાથે પાછળી સીટમાં ડાબી બાજૂ બેઠા હતા. તેમની સાથે કારમાં ઇંગ્લિશ કોમેન્ટેટર માર્ક નિકોલસ પણ હતા, તેઓ ડ્રાઇવરની બાજુની સીટમાં બેઠા હતા.

ગાવસ્કેર ડ્રાઇવરને ચેતવ્યો હતો
ગાવસ્કરે થોડીક ક્ષણો પહેલા જ પોતાના ડ્રાઇવરને સતર્ક રહીને કાર ચલાવવાની સલાહ આપી હતી. તેઓ હજુ સલાહ જ આપી રહ્યાં હતા ત્યારે તેમણે સામેથી એક ઝડપભેર આવતી કાર નિહાળી, જે તેમની લેનમાં આવી રહી હતી. ડ્રાઇવરે અક્સમાત થતો અટકાવવા પ્રયાસો કર્યા પરંતુ કાર એ જ ભાગે અથડાઇ જ્યાં ગાવસ્કર બેઠા હતા.

અકસ્માત પૂર્વે જ ગાવસ્કરે પત્નીને કર્યો હતો મેસેજ
અકસ્માત થયો તેની થોડીક મીનિટો પહેલા જ ગાવસ્કરે પોતાની પત્ની માર્શનીલને મેસેજ મોકલ્યો હતો કે તેઓ હજુ હાઇવે પર છે અને થોડીકવારમાં પહોંચી જશે. માર્શનીલ લંડનમાં પોતાના ફ્લેટમાં તેમની પ્રતિક્ષા કરી રહ્યાં હતા.

ભગવાનનો માન્યો આભાર
અકસ્માતમાં માંડ-માંડ બચ્યા બાદ ગાવસ્કરે ઉંડો શ્વાસ લીધો હતો અને કહ્યું હતું કે ભગવાને અમને બચાવી લીધા. તેમણે કહ્યું કે ટક્કર ઘણી જ જોરદાર હતી, પંરતુ સારું છેકે કોઇને નુક્સાન પહોંચ્યુ નથી.

અક્સમાત બાદ ટ્રેનમાં કરી મુસાફરી
અકસ્માત બાદ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત જગુઆર કારને છોડીને સુનિલ ગાવસ્કર, પટેલ અને નિકલોસ ઇસ્ટ મિડલેંડ પાર્કવે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા અને ત્યાંથી લંડન માટે ટ્રેન પકડી હતી. ગાવસ્કર 1971થી નિયમિત પણે ઇંગ્લેન્ડ આવવા-જવાનું રહે છે.












Click it and Unblock the Notifications
