For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરામ કરવા ત્રણ દિવસમાં ટેસ્ટ હારી માહીની ટીમ!

By Super
|
Google Oneindia Gujarati News

માન્ચેસ્ટર, 11 ઑગસ્ટઃ રવિવારે ઇંગ્લેન્ડ સામે મળેલી હારનું દર્દ સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના નિવેદનો અને ચહેરા પર સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું હતું, પરંતુ તેમણે એક એવું નિવેદન કરી નાંખ્યુ છેકે હવે તેમના પ્રશંસક જ તેમની ટીકા કરી રહ્યાં છે.

સુકાની ધોનીએ મેચમાં મળેલી હાર અંગે વાત કરતા કહ્યું કે, સારુ થયું ટેસ્ટ મેચ ત્રણ દિવસમાં જ પૂર્ણ થઇ ગઇ. તેનાથી અમને આરામ કરવા માટે વધુ સમય મળી જશે. ધોની ભલે પોતાના આ નિવેદન પર કંઇ કહેતા ના હોય પરંતુ પ્રશંસકો અને ક્રિકેટને દર સેકન્ડે ફોલો કરનારા તેમના ફેન્સ ઘણા નિરાશ છે.

આ શ્રેણીમાં ટીમ ઇન્ડિયાનું પ્રદર્શન ઘણું જ ખરાબ રહ્યું છે અને તેના પર ધોનીનું આ નિવેદન પણ ક્યાંકને ક્યાંક ચાહકોના જખમો પર મીઠું છાંટવા માટે પૂરતું છે. જોકે હારથી નિરાશ ધોની આ માટે ટીમના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા છે. ઇંગ્લેન્ડ વિરુદ્ધ ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે ભારતને ત્રીજા દિવસે ઇનિંગ અને 54 રનથી પરાજય આપ્યો.

પૂછડિયા ખેલાડીઓએ બનાવ્યા રન

પૂછડિયા ખેલાડીઓએ બનાવ્યા રન

1-2થી પાછળ રહ્યાં બાદ ધોનીએ કહ્યું કે, રન બનાવવું ઘણું મહત્વનું છે. આ શ્રેણીમાં સાતમા, આઠમા, નવમા, 10મા અને 11માં નંબરના બેટ્સમેન અત્યારસુધી ટોચના બેટિંગ ઓર્ડર કરતા વધારે રન બનાવ્યા છે.

ટોપ ઓર્ડર નિષ્ફળ

ટોપ ઓર્ડર નિષ્ફળ

તેમણે કહ્યું કે લોર્ડ્સમાં મળેલી જીતે ટોચના બેટ્સમેનોના ખરાબ ફોર્મને છૂપાવવામાં મદદ કરી અને અમારી સામે પ્રશ્નો ઉઠ્યા નહીં કે તે રન નથી બનાવી રહ્યાં. અમારા પાંચ બોલર્સે ટોચના બેટ્સમેનો કરતા વધારે રન બનાવ્યા છે.

ભારતની ઇનિંગ

ભારતની ઇનિંગ

ભારતની ઇનિંગ અંગે વાત કરવામાં આવે તો ભારતે પહેલી ઇનિંગમાં 152 રન બનાવ્યા હતા. જેમાં મુરલી વિજય 0, ગૌતમ ગંભીર 4, ચેતેશ્વર પૂજારા 0, વિરાટ કોહલી 0, અજિંક્ય રહાણે 24, એમએસ ધોની 71, રવિન્દ્ર જાડેજા 0, આર અશ્વિન 40, ભુવનેશ્વર કુમાર 0, વરુણ એરોન 1 અને પંકજ સિંહે 0 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી બ્રોડે 6, એન્ડરસને 3 અને જોર્ડને એક વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ભારતે 161 રન બનાવ્યા હતા, જેમાં વિજયે 18, ગંભીરે 18, પૂજારા 17, કોહલી 7, રહાણે 1, ધોની 27, જાડેજા 4, આર અશ્વિન 46, ભુવનેશ્વર કુમાર 10, એરોન 9, પંકજ સિંહ 0 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી મોઇન અલી 4, એન્ડરસન 2, જોર્ડન 2 અને વોએક્સે 1 વિકેટ લીધી હતી.

ઇંગ્લેન્ડની ઇનિંગ

ઇંગ્લેન્ડની ઇનિંગ

ઇંગ્લેન્ડની બેટિંગ અંગે વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડે પહેલી ઇનિંગમાં 367 રન બનાવ્યા હતા. જેમાં કૂક 17, રોબસન 6, બેલેન્સ 37, બેલ 58, જોર્ડન 13, રૂટ 77, મોઇન અલી 13, બટ્લર 70, વોએક્સ 26, બ્રોડ 12 અને એન્ડરસને 9 રન બનાવ્યા હતા. ભારત તરફથી ભુવનેશ્વર કુમારે 3, વરુણ એરોને 3, પંકજ સિંહે 2 અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી હતી.

English summary
Indian Cricket team captain Mahendra Singh Dhoni's controversial statement after the defeats in Manchester. He said its good to lose test match in 3 days as now we can get some extra days to rest.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X