For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોર્ડર પર જવાનોને મળ્યો ‘કાશ્મીરી’ સુરેશ રૈના

|
Google Oneindia Gujarati News

ભારતીય ક્રિકેટર સુરૈશ રૈનાએ રવિવારે જમ્મુ અને કાશ્મીર સ્થિત અગ્રીમ ભારતીય ચોકીઓની મુલાકાત લીધી હતી. જે દરમિયાન તેણે દેશ માટે બોર્ડર પર તેનાત જવાનોનુ મનોબળ વધાર્યું હતુ અને તેમની આકરી મહેનત અંગે જાણ્યું હતું.

સુરેશ રૈનાએ રવિવારે કાશ્મીરમાં લાઇન ઓફ કન્ટ્રોલ પર સ્થિત એક અગ્રીમ ચોકીની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે સૈનિકો સાથે ચર્ચા કરી હતી. રેનાએ વાતચીત દરમિયાન કાશ્મીરના કઠીણ અને પડકારજનક વિસ્તારમાં તૈનાત સૈનિકોનું મનોબળ વધાર્યું હતું. રૈનાએ એક સૈનિક સામે બોર્ડર પર તેનાતી દરમિયાન કેવા-કેવા પ્રકારની મુશ્કેલીઓ અને અવરોધો આવે છે, તે અંગે વિગતવાર માહિતી મેળવી હતી અને તેમના જુસ્સાને સલામ કરી હતી. વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

જવાનો સાથે હસી-મજાક

જવાનો સાથે હસી-મજાક

કર્નલે વધુમાં જણાવ્યું કે, સૈનિકો સાથે વાત કરતા રૈનાએ સીમા રેખા પર સતત દેખરેખ રાખવા માટે સૈનિકો દ્વારા કરવામાં આવેલા પ્રયાસોના વખાણ કર્યા હતા. ડાબા હાથના બેટ્સમેને જવાનો સાથે હસી મજાક પણ કર્યો હતો અને પોતાના વ્યક્તિગત અનુભવો પણ તેમની સાથે શેર કર્યા હતા.

જવાનો સાથે લીધું ભોજન

જવાનો સાથે લીધું ભોજન

મુલાકાત દરમિયાન સુરેશ રૈનાએ જવાનો સાથે ભોજન લીધું હતું અને જવાનો દ્વારા બનાવવામાં આવેલા ભોજનને વખાણ્યું પણ હતું.

રૈના કાશ્મીરી પંડિત છે

રૈના કાશ્મીરી પંડિત છે

નોંધનીય છેકે સુરેશ રૈના એક કાશ્મીરી પંડિત પરિવારમાંથી આવે છે અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાનો છે અને બાદમાં તેમનો પરિવાર ઉત્તર પ્રદેશમાં આવીને વસી ગયો. જેના કારણે રૈનાએ જમ્મુ અને કાશ્મીર માટે ક્યારેય રણજી મેચ રમી નથી.

યુપી તરફથી રમે છે રણજી મેચ

યુપી તરફથી રમે છે રણજી મેચ

રૈના ભલે કાશ્મીર સાથે ઘરોબો ધરાવતો હોય, પરંતુ તેમનો પરિવાર લાંબા સમયથી ઉત્તર પ્રદેશમાં આવીને રહેતો હોવાથી સુરેશ રૈના ઉત્તર પ્રદેશ તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે.

English summary
Indian cricketer Suresh Raina visited a forward post of the army in Jammu and Kashmir Sunday to boost the morale of the soldiers and acquaint himself with the hardships they face while protecting the country's border.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X