For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા ઇંગ્લેન્ડ અને હવે ઝારખંડે આપ્યો ધોનીને ઝાટકો

|
Google Oneindia Gujarati News

રાંચી, 12 ઑગસ્ટઃ ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડની ધરતી પર પાંચ મેચોની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. લોર્ડ્સ ખાતે શાનદાર પ્રદર્શન કર્યા બાદ ધોનીના નેતૃત્વ હેઠળની ટીમ ઇન્ડિયાને છેલ્લી બન્ને ટેસ્ટ મેચોમાં નાલેશીભરી હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. એક તરફ મહેન્દ્ર સિંહ ધોની ઇંગ્લેન્ડના બોલર્સ અને ભારતીય બેટ્સમેનોથી પરેશાન છે, તો બીજી તરફ ઝારખંડ સરકારે ધોનીને ઝાટકો પહોંચાડ્યો છે.

જે પ્રકારે હાલના દિવસોમાં ધોની સાથે ઘટનાઓ ઘટી રહી છે, લાગે છે કે તેનો સારો સમય ચાલી રહ્યો નથી, કારણ કે, માન્ચેસ્ટર ટેસ્ટમાં ત્રણ દિવસની અંદર ભારતને કારમો પરાજય મળ્યા બાદ હાર અંગે ધોનીએ એક વિવાદિત નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે સારું થયું વધુ બે દિવસ આરામ કરવા માટે મળશે, તેને લઇને તેની આકરી ટીકાઓ થઇ રહી છે અને હવે ઝારખંડ સરકારે તેની વીઆઇપી સુરક્ષા ઘટાડી દેવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના ટોચના પોલિસ અધિકારીએ સોમવારે જણાવ્યું કે, તેમને મળી રહેલી ઝેડ સિક્યોરિટીને ઘટાડીને વાય શ્રેણીની સુરક્ષા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પોલિસ મહા નિદેશક રાજીવ કુમારે કહ્યું છેકે, આ નિર્ણય તાજેતરમાં વિશેષ હસ્તિઓની સુરક્ષા સંબંધી મામલાઓ પર મળેલી બેઠક દરમિયાન કરવામાં આવ્યો છે. આ અંગે વધુ વાંચવા તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- ધોની ટેસ્ટ ક્રિકેટનો સૌથી ખરાબ રેકોર્ડ રચવાની નજીક
આ પણ વાંચોઃ- બોર્ડર પર જવાનોને મળ્યો ‘કાશ્મીરી' સુરેશ રૈના
આ પણ વાંચોઃ- આરામ કરવા ત્રણ દિવસમાં ટેસ્ટ હારી માહીની ટીમ!

ધોનીને કોઇ જોખમ નથી

ધોનીને કોઇ જોખમ નથી

તેમણે કહ્યું કે ગુપ્ત માહિતીઓમાં આ ધોનીને કોઇ જાનનું જોખમ નહીં હોવાનું જણાવાયું છે. જેના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ધોનીને વાય શ્રેણીની સુરક્ષા

ધોનીને વાય શ્રેણીની સુરક્ષા

કુમારે કહ્યું કે ઝેડ શ્રેણીની સુરક્ષા અનુસાર ધોનીને નવ પોલીસકર્મી મળતા હતા, પરંતુ હવે વાય શ્રેણીની સુરક્ષામાં તેમને સાત પોલીસકર્મી મળશે.

ધોની ઘરે આવે છે ત્યારે ઝેડ શ્રણી કરતા વધારે સુરક્ષા હોય છે

ધોની ઘરે આવે છે ત્યારે ઝેડ શ્રણી કરતા વધારે સુરક્ષા હોય છે

તેમણે કહ્યું કે જોકે તેમની સુરક્ષાને લઇને કોઇ ચિંતા ન હોવી જોઇએ કારણ કે જ્યારે પણ તે ઘરે પરત ફરશે તેમની સુરક્ષા ઝેડ શ્રેણી કરતા પણ વધારે હશે.

દેવરી મંદિરે હંમેશા જાય છે ધોની

દેવરી મંદિરે હંમેશા જાય છે ધોની

ધોનીનું મકાન રાંચીના હમરુમાં છે. જ્યારે પણ તે શહેરમાં હોય છે, દેવરી મંદિર જાય છે, જે પ્રદેશની રાજધાનીથી અંદાજે 50 કિ.મી દૂર છે અને રસ્તામાં નક્સલવાદથી પ્રભાવિત કેટલાક ક્ષેત્રો આવે છે. ક્રિકેટર પોતાના શહેરમાં એકલા મોટરસાઇકલ ચલાવવાનું પણ પસંદ કરે છે.

English summary
The security cover to Indian cricket team captain Mahendra Singh Dhoni has been downgraded to Y from Z category by Jharkhand government, the state's top police officer said on Monday (August 11).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X