• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

' પરાજીત ' ધોની સામે વિજયી બનવા કૂકને બોયકોટે આપી આ સલાહ

|
Google Oneindia Gujarati News

લંડન, 12 ઑગસ્ટઃ માન્ચેસ્ટરમાં ભારતને એક ઇનિંગથી હારવવા બદલ ઇંગ્લેન્ડ ટીમના ચોતરફ વખાણ થઇ રહ્યાં છે. ઇંગ્લેન્ડ ટીમના પૂર્વ સુકાની જ્યોફ્રી બોયકોટે પણ ટીમના ભરપેટ વખાણ કર્યાં છે, પરંતુ આ સાથે જ કૂક એન્ડ કંપનીને કટેલીક સલાહ આપી છે, તેમણે કહ્યું છેકે, ધ ઓવલ ખાતે 15 ઑગસ્ટથી શરૂ થઇ રહેલી શ્રેણીની પાંચમી ટેસ્ટમાં ભારતનો સામનો કરતા પહેલા ટીમે પોતાના આ ત્રણ ક્ષેત્રોમાં સુધારો કરવાની જરૂર છે. બોયકોટે કહ્યું છેકે લોર્ડ્સના પરાજય બાદ ઇંગ્લેન્ડ ટીમ ઓલરાઉન્ડ સ્ટાઇલમાં ઉભરી છે.

ડેલી ટેલીગ્રાફમાં પોતાની કોલમમાં બોયકોટે લખ્યું છેકે, ભારત સામેના વિજયનો આનંદ ઉઠાવવા માગીએ છીએ પરંતુ આપણે સતર્ક રહેવાની જરૂર છે, હજું પણ ત્રણ એવા ક્ષેત્રો છે, જેમાં ઇંગ્લેન્ડે મહેનત કરીને તેમાં સુધારો લાવવાની જરૂર છે. વૈકલ્પિક સીમ બોલિંગ, ઓપનિંગ બેટ્સમેન સેમ રોબ્સનનું ફોર્મ અને શોર્ટ બોલ સામે રમવાની ઇંગ્લિશ બેટ્સમેનોની ક્ષમતામાં ઇલિસ્ટર કૂકની ટીમે સુધારો લાવવાની જરૂર છે.

73 વર્ષીય બોયકોટને જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ પર વિશ્વાસ છે, પરંતુ તેઓ સ્વીમર ક્રિસ વોએક્સ અને ક્રિસ જોર્ડનના પ્રદર્શનથી ખુશ નથી. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

આ પણ વાંચોઃ- ધોની ટેસ્ટ ક્રિકેટનો સૌથી ખરાબ રેકોર્ડ રચવાની નજીક
આ પણ વાંચોઃ- બોર્ડર પર જવાનોને મળ્યો ‘કાશ્મીરી' સુરેશ રૈના
આ પણ વાંચોઃ- આરામ કરવા ત્રણ દિવસમાં ટેસ્ટ હારી માહીની ટીમ!


વોએક્સ કરતા સ્ટોક વધારે પ્રતિભાશાળી

વોએક્સ કરતા સ્ટોક વધારે પ્રતિભાશાળી

તેમણે કહ્યું કે, હું ડેવિક સકેરને જાણું છું, ઇંગ્લેન્ડના બોલિંગ કોચ છે અને તે વોએક્સથી પ્રભાવિત છે, પરંતુ મારા માટે બેન સ્ટોક વધારે પ્રતિભાશાળી છે અને એક સારા કોચ તેને સક્ષમતાને મેનેજ કરી શકે છે અને તેને તેના એટિટ્યૂડ સાથે મદદ કરી શકે છે. પ્રતિભા માટે એટિટ્યૂડ વિકલ્પ નથી. સક્ષમતા તેમને વિકેટ અપાવે છે.

રોબસનને ટીમમાં સ્થાન અંગે પ્રશ્નાર્થ

રોબસનને ટીમમાં સ્થાન અંગે પ્રશ્નાર્થ

બોયકોટે રોબસનને ટીમમાં સ્થાન આપવા અંગે પ્રશ્નાર્થ કર્યો છે. તેમણે કહ્યું કે, ઓફ સ્ટમ્પની બહાર કયો બોલ છોડવો છે ને કયો બોલ રમવાનો છે, તે અંગેના તેમના નિર્ણય સંદિગ્ધ છે. તે કાં તો સ્લિપમાં કેચ આપી રહ્યો છે અથવા તો પછી એ બોલમાં આઉટ થાય છે, જેને તે છોડી રહ્યો છે.

શોર્ટ પીચ રમવામાં સમસ્યા

શોર્ટ પીચ રમવામાં સમસ્યા

બોયકોટે કહ્યું કે, મારી અંતિમ વાત એછેકે બ્રોડનું હૂક કરવા અથવા તો તેની નાક પર ઇજા થવાથી એ વાત ઉજાગર થાય છેકે ટીમને શોર્ટ બોલ રમવામાં સમસ્યા છે. એટલે સુધી કે ઇજાગ્રસ્ત થયો તો પહેલાના બે બોલમાં તેણે છગ્ગા લગાવ્યા હતા, પરંતુ તેમાંથી કોઇ નિયંત્રિત શોટ નહોતો. આપણા ઘણા ખેલાડીઓની આ સમસ્યા છે, પરંતુ તેઓ તેનો સ્વીકાર નથી કરતા.

ઓસ્ટ્રેલિયા સામે કરી રીતે રમી શકશે

ઓસ્ટ્રેલિયા સામે કરી રીતે રમી શકશે

બોયકોટ એ વાતને લઇને ચિંતિત છેકે જો આ ટીમ ભારતીય બોલર્સ સામે શોર્ટ પીચ બોલ રમી નથી શકતી તો પછી આગામી વર્ષે રમાનારી એશીઝ શ્રણીમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ જ્હોન્સનને કેવી રીત રમી શકશે.

English summary
Former captain Geoffrey Boycott is mighty pleased with England winning the Manchester Test by an innings and inside three days but he sounded a word of caution saying that Alastair Cook and Co. must improve upon three areas before they face India in the series-decider fifth Test starting Aug 15 at The Oval. Lauding the terrific performance at the Old Trafford, where nearly two sessions were wiped out due to rain, Boycott feels that England have turned it all around in style after the disaster at Lord's.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X