પદ્મ પુરસ્કારો માટે ધોની અને કોહલીના નામની ભલામણ
નવી દિલ્હી, 13 ઑગસ્ટઃ એક તરફ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઇન્ડિયા સંઘર્ષ કરી રહી છે અને પાંચ મેચોની શ્રેણીમાં 2-1થી પાછળ છે, જેના કારણે મહેન્દ્ર સિંહ ધોની અને ટીમ ઇન્ડિયાની ખાસી ટીકા થઇ રહી છે, તો બીજી તરફ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને આઉટ ઓફ ફોર્મ ચાલી રહેલા વિરાટ કોહલીના નામોની ભલામણ પદ્મભૂષણ અને પદ્મશ્રી પુરસ્કારો માટે કરી છે.
બીસીસીઆઇએ ધોની અને કોહલીના નામોની ભલામણ ખેલ મંત્રાયલને કરી. મીડિયા રિપોર્ટ અનુસાર બીસીસીઆઇએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની મિતાલી રાજનું નામ પદ્મશ્રી પુરસ્કાર માટે નામિત કર્યું છે. ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીને પદ્મશ્રી પુરસ્કારથી 2009માં સન્માનિત કરવામાં આવ્યો હતો. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.
આ પણ વાંચોઃ-પહેલા ઇંગ્લેન્ડ અને હવે ઝારખંડે આપ્યો ધોનીને ઝાટકો
આ પણ વાંચોઃ-કારનો ગંભીર અકસ્માતઃ ચમત્કારિક રીતે બચ્યા ગાવસ્કર
આ પણ વાંચોઃ-' પરાજીત ' ધોની સામે વિજયી બનવા કૂકને બોયકોટે આપી આ સલાહ

ધોનીના નામની ભલામણ પદ્મભૂષણ માટે
ધોનીના નામની જાહેરાત પદ્મભૂષણ માટે કરવામાં આવી છે. ધોનીના નેતૃત્વ હેઠળ ટીમ ઇન્ડિયાએ વનડે અને ટી20નો વિશ્વકપ જીત્યો. આ ઉપરાંત ગત વર્ષે ભારતે ફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને ચેમ્પિયન્સ ટ્રોફી પર કબજો કર્યો. ધોનીના નેતૃત્વ હેઠળ ભારતે સીમિત ઓવરની તમામ મહત્વપૂર્ણ આઇસીસી ટૂર્નામેન્ટ જીતી છે.

વિરાટના નામની ભલામણ પદ્મશ્રી માટે
વિરાટ કોહલીના નામની જાહેરાત પદ્મશ્રી માટે કરવામાં આવી છે. જ્યાં સુધી વિરાટ કોહલીની વાત છે, તો આ ઇંગ્લેન્ડ પ્રવાસને બાદ કરીને કોહલીએ દેશ માટે વિરાટ પ્રદર્શન કર્યું છે. ક્રિકેટના તમામ ફોર્મેટના તેમના પ્રદર્શનને નકારી શકાય તેમ નથી.

અર્જુન પુરસ્કાર માટે અશ્વિનનું નામ
આ વખતે ખેલ રત્ન પુરસ્કાર માટે એકપણ ખેલાડીનું નામ મોકલવામાં આવ્યું નથી. જ્યારે અર્જુન પુરસ્કાર માટે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની આગેવાની હેઠળની 12 સભ્યોની ટીમે 15 ખેલાડીઓના નામ પસંદ કર્યા છે, જેમાં ક્રિકેટર આર અશ્વિનનું નામ પણ સામેલ છે.

અન્ય ખેલાડીઓના નામ અર્જુન પુરસ્કાર માટે
અર્જુન ઉપરાંત અખિલેશ શર્મા( તીરંદાજી), ટિંટૂ લૂકા(એથલેટિક્સ), એચએન ગિરીશા(પેરાલમ્પિક), વી દીજૂ(બેડમિન્ટન), ગીતૂ આન જોસ(બાસ્કેટબોલ), જય ભગવાન(મુક્કેબાજી), અનિર્બાન લાહિડી(ગોલ્ફ), મમતા પુજારી(કબડ્ડી), સાજી થોમસ(રોઇંગ), હીના સિદ્ધૂ(નિશાનેબાજી), અનાકા અલંકામોની(સ્ક્વોશ), ટોમ જોસેફ(વોલિબોલ), રેનુબાલા ચાનૂ(વેટલિફ્ટિંગ) અને સુનિલ રાણા(કુશ્તિ)ના નામની ભલામણ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
