For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અવની લેખરાએ વર્લ્ડ રેકૉર્ડ સાથે જીત્યો પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ

ભારતની અવનિ લેખરાએ મંગળવારે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં પેરા શૂટિંગ વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતની અવનિ લેખરાએ મંગળવારે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેંડિંગ SH1માં 250.6ના વર્લ્ડ રેકૉર્ડ સ્કોર સાથે ચેટોરોક્સ પેરા શૂટિંગ વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 20 વર્ષીય અવનીએ 249.6નો પોતાનો વિશ્વ રેકૉર્ડ તોડી દીધો અને પેરિસ પેરાલિંપિક 2024માં પોતાનુ સ્થાન પાકુ કરી લીધુ. પોલેન્ડની એમિલિયા બાબસ્કાએ કુલ 247.6 સાથે રજત પદક જીત્યો જ્યારે કાંસ્ય સ્વીડનની અન્ના નૉર્મન પાસે ગયો જેણે 225.6નો સ્કોર કર્યો.

Avani Lekhara

પેરાલિમ્પિક્સ પછી અવનીની આ પહેલી ટૂર્નામેન્ટ હતી અને અહિ જીત્યા બાદ તેણે ટ્વીટ પણ કર્યુ હતુ જેમાં તેણે તેના વર્લ્ડ રેકોર્ડ સ્કોર સાથે ભારત પરત ફરવામાં ગર્વ અનુભવ્યો હતો અને પેરિસ પેરાલિમ્પિક્સમાં સ્થાન મેળવવાની વાત પણ કરી હતી. અવનીએ તેમના સમર્થન માટે વિવિધ સેલિબ્રિટીઓને ટેગ કર્યા અને તેમનો આભાર માન્યો. SH1 કેટેગરી એ રાઇફલ ઇવેન્ટમાં ભાગ લેવા માટે નીચલા હાથપગની ક્ષતિ ધરાવતા એથલીટ્સ માટે છે.

અગાઉ, અવની લેખરા વર્લ્ડ કપમાંથી બહાર થવાના આરે હતી કારણ કે તેના કોચ અને એસ્કોર્ટને વિઝાથી વંચિત કરી દેવામાં આવ્યા હતા. જો કે, SAI અને રમત મંત્રાલયના સમયસર હસ્તક્ષેપથી આ મુદ્દો ઉકેલાઈ ગયો હતો. ગયા વર્ષે ઓગસ્ટમાં અવની લેખરાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં SH1 કેટેગરીમાં 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેણે મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જેનાથી તે પેરાલિમ્પિક્સમાં બહુવિધ મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની.

English summary
Avani Lekhara brokes own world record to win gold at Para Shooting World Cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X