હું હજી પણ ઘણા ખેલાડીઓ કરતા શ્રેષ્ઠ છું: આફ્રીદી

સમાચાર પત્ર 'ડેલી જંગ'એ આફ્રિદીના હવાલાથી લખ્યું કે 'મને ટીમમાંથી હટાવવાનો નિર્ણય કપ્તાન મિસ્બાહ ઉલ હકનો છે. એ અલગ વાત છે કે કપ્તાન કોઇ ખેલાડીને ટીમમાં નથી રાખવા માંગતા પરંતુ ક્રિકેટમાં ટીમની અંદર આવવું અને બહાર જવું ચાલતું રહે છે. એવું થતું રહે છે અને હું ટૂંક સમયમાં ટીમમાં પાછો ફરીશ.'
આફ્રીદીએ કહ્યું કે તે પોતાની ફિટનેસ અને ફોર્મ પર ધ્યાન આપી રહ્યો છે અને તે ટૂંક સમયમાં ટીમમાં વાપસી કરશે. વકૌલ આફ્રીદીએ જણાવ્યું કે 'મારા માટે ફિટનેસ અને ફોર્મ મહત્વ ધરાવે છે. તેની પર મારું ધ્યાન છે અને સાથે સાથે ટીમમાં પોતાના સ્થાન પર પણ છે. હું એ સાબિત કરીશ કે હું ટીમ માટે બોઝો નહી પરતુ જરૂરિયાત છું. ફિલહાલ વાપસી માટે મારો પરિશ્રમ જારી રહેશે.'












Click it and Unblock the Notifications
