For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અઝહરે કહ્યું, 'ટીમ ઇન્ડિયાનો કોચ બનવાની છે ઇચ્છા'

|
Google Oneindia Gujarati News

mohammad-azharuddin
હૈદરાબાદ, 8 નવેમ્બરઃ આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે ગુરૂવારે કરેલા એક મહત્વપૂર્ણ ચૂકાદાથી ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ સાંસદ મોહંમદ અઝરૂદ્દીનને મોટી રાહત મળી છે. આંધ્ર પ્રદેશ હાઇકોર્ટે પોતાના ચૂકાદામાં મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવા પર પ્રતિબંધ લગાવવાના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. હાઇકોર્ટના ચૂકાદાથી ખુશ થયેલા અઝહરે પત્રકારોને જણાવ્યું હતું કે, તે ભારતીય ટીમનો કોચ બનવા માગે છે.

પત્રકારોને સંબધિત કરતા અઝહરે કહ્યું કે, હું ક્રિકેટ સાથે ફરીથી જોડાવા માંગુ છું, પરંતુ હવે હું ક્રિકેટ રમી નહીં શકુ. મારી કિસ્મતમાં માત્ર 99 ટેસ્ટ રમવાનું લખ્યું હશે, તેથી હું એટલી ટેસ્ટ જ દેશ માટે રમી શક્યો. મારી બીસીસીઆઇ સાથે કોઇ વાત થઇ નથી પરંતુ જો મને ટીમનો કોચ બનવાનો પ્રસ્તાવ મળશે તો હું જરૂરથી સ્વિકારીશ.

''મારી સાથે જે કંઇ પણ થયું તે અયોગ્ય હતું, પરંતુ હું કોઇના પર આરોપ મુકવા માગતો નથી કે, કોઇ કાયદાકીય પગલા ભરવા માગતો નથી. હું કોઇનો વિરોધ કરી રહ્યો નથી. જે થવાનું હતું તે થયું છે. બાકી તો તમે દરેક બાબતથી માહિતગાર છો.''

નોંધનીય છે કે કોર્ટે પોતાના આદેશમાં બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને કહ્યું હતું કે મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાના મુદ્દે મનાઇ ફરમાવી હતી જે બિલ્કુલ ખોટી છે. આ નિર્ણય એક તરફ મોહંમદ અઝરૂદીન માટે રાહત ભર્યા સમાચાર છે તો બીજી તરફ બીસીઆઇને માટે ઝટકો છે. મેચ ફિક્સિંગમાં મોહંમદ અઝરૂદીન કથિત રીતે સામેલ હોવાના આરોપોને ધ્યાનમાં રાખતાં બીસીઆઇએ થોડા વર્ષો પહેલાં મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાની મનાઇ ફરમાવી હતી.

English summary
major relief from Andhra Pradesh High Court, former Indian skipper Mohammed Azharuddin said that he want to coach of team india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X