For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs SL: ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસની તારીખો બીસીસીઆઈએ જાહેર કરી

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વન ડે શ્રેણી કોરોનાનું ગ્રહણ લાગ્યા બાદ હવે તેનો કાર્યક્રમ ફરીથી શરૂ કરાયો છે. હવે 13 જુલાઇથી શરૂ થનારી શ્રેણી 18 જૂલાઇથી યોજાશે.

|
Google Oneindia Gujarati News

ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી વન ડે શ્રેણી કોરોનાનું ગ્રહણ લાગ્યા બાદ હવે તેનો કાર્યક્રમ ફરીથી શરૂ કરાયો છે. હવે 13 જુલાઇથી શરૂ થનારી શ્રેણી 18 જૂલાઇથી યોજાશે. શ્રીલંકાની ક્રિકેટ ટીમની સૂચિમાં કોરોના પોઝિટિવ નીકળ્યા બાદ બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલીએ સમયપત્રકમાં ફેરફાર થવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ અંગે ગાંગુલીએ સ્પષ્ટ કર્યું હતું કે 13 જુલાઈથી શરૂ થતી વનડે સિરીઝ હવે 18 જુલાઇથી યોજાશે.

bcci

બીસીસીઆઈ દ્વારા જાહેર કરાયેલા નવા શિડ્યુલ મુજબ, વનડે સીરીઝની પહેલી મેચ 18 જુલાઇના રોજ કોલંબોના પ્રેમાદાસા પ્રેમાદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. બીજી મેચ 20 જુલાઇએ અને છેલ્લી મેચ 23 જુલાઇએ રમાવાની છે. બીસીસીઆઈએ ટી-20 શ્રેણીની નવી તારીખોની પણ જાહેરાત કરી છે. શ્રીલંકા સામે ટી-20 સીરીઝની પહેલી મેચ 21 જુલાઇએ રમાવાની હતી, જોકે હવે નવા શિડ્યલ મુજબ શ્રેણીની પહેલી મેચ 25 જુલાઇએ યોજાશે. બાકીની બે મેચ 27 અને 29 જુલાઇએ યોજાશે.

ઉલ્લેખનિય છે કે શ્રીલંકાની ટીમના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર ઇંગ્લેન્ડ પ્રવાસ પાછા ફરીને સૌપ્રથમ કોરોના વાયરસનો શિકાર બન્યા હતા, ત્યારબાદ ટીમના ડેટા એનાલિસ્ટ પણ સંક્રમિત થયા હતા. બીજી તરફ, શનિવારે શ્રીલંકાની અન્ય ટીમનો એક ખેલાડી, જે બીજા બાયો બબલમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે, તે પણ કોરોના વાયરસનો ભોગ બન્યો હતો. શ્રીલંકા ક્રિકેટ બોર્ડના સીઈઓ અક્ષય ડી સિલ્વાએ બીસીસીઆઈને નવું શિડ્યુલ જાહેર કરવા બદલ આભાર માન્યો હતો.

English summary
BCCI releases new schedule for India-Sri Lanka series
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X