વેસ્ટઇન્ડિઝની સાથે ભારત હવે એક પણ મેચ નહીં રમે, BCCIનો નિર્ણય

હૈદરાબાદ, 21 ઓક્ટોબર: બીસીસીઆઇએ આજે વેસ્ટઇન્ડિઝની સાથે તમામ દ્વિપક્ષીય ક્રિકેટ પ્રવાસ રદ કરી દીધા છે અને ગયા અઠવાડીએ ભારતનો પ્રવાસ અધવચ્ચે રદ્દ કરવા માટે તેની વિરુદ્ધ કાનૂની કાર્યવાહીનો પણ નિર્ણય કર્યો છે.

શ્રેણી વચ્ચે રદ થવાથી ભારે નુકસાન ભોગવી રહેલી બીસીસીઆઇએ આ કડક નિર્ણય કાર્યસમિતિની આજે મળેલી બેઠકમાં લેવામાં આવ્યો. વેસ્ટઇન્ડિઝની સાથે તમામ ક્રિકેટ પ્રવાસ રદ કરવા અને કાનૂની કાર્યવાહી કરવાનો નિર્ણય કાર્યસમિતિના સભ્યોએ સર્વસંમ્મતિથી લીધો છે.

બીસીસીઆઇ સચિવ સંજય પટેલે બેઠક બાદ એક સંક્ષિપ્ત નિવેદનમાં જણાવ્યું 'બીસીસીઆઇ પ્રવાસ વચ્ચે રદ્દ કરવા માટે વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે. બીસીસીઆઇ અને વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડની વચ્ચે તમામ દ્વિપક્ષીય પ્રવાસ રદ્દ રહેશે.' બીસીસીઆઇએ આટલા ઓછા સમયની અંદર પાંચ વનડે મેચોની શ્રેણી રમવા માટે રાજી થવા પર શ્રીલંકા ક્રિકેટ બોર્ડની પ્રશંસા પણ કરી. નિવેદનમાં જણાવ્યું કે 'સભ્યોએ શ્રીલંકા ક્રિકેટ બોર્ડની પ્રશંસા કરી છે જેણે આટલા ઓછા સમયની અંદર બે નંવેમ્બર 2014થી પાંચ વનડે મેચોની શ્રેણી રમવાનો અમારો આમંત્રણનો સ્વીકાર કર્યો.'

નિવેદનમાં કહેવામાં આવ્યું કે 'આ પ્રવાસ આવતા વર્ષે શ્રીલંકાઇ ટીમના નિર્ધારિત ભારત પ્રવાસના બદલામાં થશે. ભારત જુલાઇ ઓગષ્ટ 2015માં શ્રીલંકાનો પ્રવાસ કરશે. પાંચ વનડે મેચ કટક, હૈદરાબાદ, રાચી, કોલકાતા અને અમદાવાદમાં રમાશે જ્યારે વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.'

west indies
બીસીસીઆઇના નિવેદનમાં જોકે એ નથી કહેવામાં આવ્યું કે ભારત અને વેસ્ટઇન્ડિઝની વચ્ચે ક્રિકેટ પ્રવાસ પર ક્યાં સુધી પ્રતિબંધ લાગેલો રહેશે. કહેવાય છે કે મોટાભાગના સભ્યો વેસ્ટઇન્ડિઝ ક્રિકેટ બોર્ડની વિરુદ્ધ સખત પગલું ભરવાના પક્ષમાં છે. વેસ્ટઇન્ડિઝે 8 ઓક્ટોબરથી 19 નવેમ્બરની વચ્ચે ભારતમાં પાંચ વનડે, એક ટી20 અને ત્રણ ટેસ્ટ રમવાની હતી, પરંતુ પોતાના આંતરિક ચૂકવણીના વિવાદને પગલે ટીમ ચાર વનડે બાદ પ્રવાસ રદ્દ કરીને ચાલી ગઇ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X