રિષભ પંત પહેલા આ ક્રિકેટર પણ અકસ્માતનો ભોગ બની ચુક્યા છે

રિષભ પંતની કારનો અકસ્માત થતા તેને ગંભીર ઈજાઓ થઈ છે અને હાલ તે સારવાર હેઠળ છે. જો કે તે ખતરાથી બહાર છે.

ભારતીય ક્રિકેટર રિષભ પંત ભયંકર અકસ્માનનો ભોગ બન્યો છે. તેને ગંભીર ઈજાઓ થઈ છે અને હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જો કે સારી વાત એ છે કે પંત હવે ખતરાથી બહાર છે. અહીં તમને જણાવી દઈએ કે પંત પહેલો ક્રેિકેટર નથી, જે અકસ્માતનો ભોગ બન્યો હોય. આ પહેલા પણ ઘણા ક્રિકેટર અકસ્માનનો ભોગ બની ચુક્યા છે.

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી 2018માં દેહરાદૂનથી નવી દિલ્હી જતી વખતે કાર અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં સદનસીબે તેે બચી ગયો અને ફરીથી ક્રિકેટના મેદાનમાં પરત ફરવામાં સફળ રહ્યો.

કરૂણ નાયર

કરૂણ નાયર

ક્રિકેટર કરૂણ નાયર 2016માં અકસ્માતનો ભોગ બન્યો હતો. કરુણ કેરળમાં વેકેશન પર હતો ત્યારે તેના સંબંધીઓ સાથે પમ્પા નદીની પાર બોટમાં અરનમુલા મંદિર જઈ રહ્યો હતો. આ સમયે બોટને અકસ્માત નડ્યો. જો કે સદનસીબે સ્થાનિકોએ તેને બચાવી લીધા.

નિકોલસ પૂરન

નિકોલસ પૂરન

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ નિકોલસ પૂરન પણ ભયંકર અકસ્માતનો ભોગ બની ચુક્યો છે. નિકોલસ પુરણ 2015માં અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે તેને ઘણી સર્જરી પણ કરાવવી પડી હતી.

ઓશેન થોમસ

ઓશેન થોમસ

2022માં વેસ્ટ ઈન્ડિઝનો ખેલાડી ઓશેન થોમસ મોટા અકસ્માતનો ભોગ બન્યો હતો. આ અકસ્માતમાં થોમસની કાર પલટી ગઈ હતી. જો તે સદનસીબે તેનો બચાવ થયો અને વિરામ બાદ તે પરત ફર્યો.

બ્રુસ ફ્રેન્ચ

બ્રુસ ફ્રેન્ચ

1987-88ના પાકિસ્તાન પ્રવાસમાં પ્રેક્ટિસ કરતી વખતે ભીડમાં એક દર્શકે બ્રુસ ફ્રેન્ચને માથા પર બોલ મારી દીધો હતો. આ પછી બ્રુસ ફ્રેન્ચને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો. બ્રુસ ફ્રેન્ચ હોસ્પિટલ પહોંચ્યો તો ત્યાં દરવાજા પર કારનો અકસ્માત થયો. આ પછી બ્રુચ હોસ્પિટલમાં હતો ત્યારે તેના માથા પર લાઈટ પડી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X