For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વનડે શ્રેણી રમશે ટીમ ઇન્ડિયા

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 23 જૂન: 2015 વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાવાનો છે અને એવામાં ટીમ ઇન્ડિયા માટે પોતાનો ખિતાબ બચાવી રાખવો સરળ નહીં બને. ટીમ ઇન્ડિયાને પણ આ વાત સારી રીતે માલૂમ છે અને એટલેશ ભારત આવતા વર્ષે વર્લ્ડ કપ પહેલા 4 ડિસેમ્બરથી 1 ફેબ્રુઆરી સુધી ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી અને વનડે ટ્રાઇ શ્રેણીમાં ભાગ લેવા પર સહમત થયું છે.

આ ટ્રાઇ શ્રેણીમાં ત્રીજી ટીમ ઇંગ્લેન્ડની છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ પહેલા આયોજિત આ શ્રેણીના કાર્યક્રમની જાહેરાત કરી છે. ભારત અને ઑસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પહેલી મેચ 4 ડિસેમ્બરના રોજથી બ્રિસબેનમાં રમાશે.

શ્રેણીની અન્ય મેચ એડિલેડ (12થી 16 ડિસેમ્બર), મેલબર્ન (26થી 30 ડિસેમ્બર) અને સિડની (3થી 7 જાન્યુઆરી)માં આયોજીત થશે. થોડા દિવસના આરામ બાદ, 16 જાન્યુઆરીથી ટ્રાઇ શ્રેણી શરૂ થશે જેની ફાઇનલ પર્થમાં 1 ફેબ્રુઆરીના રોજ રમવામાં આવશે. વર્લ્ડકપ 14 ફેબ્રુઆરીના રોજ ખેલાશે જે 29 માર્ચ સુધી ચાલશે.

ક્રિકેટ ઑસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી જેમ્સ સદરલેંડે જણાવ્યું, '12 મહીને દરેકને માટે કઇને કઇ છે. આમાં પાછલી સિઝનના મૂકાબલે થોડી નવી ચીજો પણ છે, જેનાથી ખેલાડીઓ અને પ્રશંસકો બંનેને ફાયદો થશે.'

તેમણે જણાવ્યું કે 'આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2015ના મોટા ભાગના કારણે 2014-15નો કાર્યક્રમ પાછલી સિઝનની તુલનાએ ખૂબ જ અલગ લાગે છે. અમે 23 વર્ષમાં પહેલી વાર આ વર્લ્ડકપની ન્યૂઝીલેન્ડની સાથે સહ-યજમાની કરી રહ્યા છીએ.'

ટેસ્ટ અને ટ્રાઇ સીરિઝનો કાર્યક્રમ આ પ્રકારે છે:

4 થી 8 ડિસેમ્બર - પ્રથમ ટેસ્ટ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે, બ્રિસબેન
12 થી 16 ડિસેમ્બર - બીજી ટેસ્ટ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે, એડીલેડ
26 થી 30 ડિસેમ્બર - ત્રીજી ટેસ્ટ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે, મેલબોર્ન
3 થી 7 જાન્યુઆરી - ચોથી ટેસ્ટ, ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે, સિડની

વનડે શ્રેણીનો કાર્યક્રમ જુઓ સ્લાઇડરમાં...

16 જાન્યુઆરી

16 જાન્યુઆરી

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે, મેલબોર્ન

18 જાન્યુઆરી

18 જાન્યુઆરી

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે, સિડની

20 જાન્યુઆરી

20 જાન્યુઆરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે, બ્રિસબેન

23 જાન્યુઆરી

23 જાન્યુઆરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે, હોબાર્ટ

26 જાન્યુઆરી

26 જાન્યુઆરી

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે, સિડની

30 જાન્યુઆરી

30 જાન્યુઆરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે, પર્થ

1 ફેબ્રુઆરી

1 ફેબ્રુઆરી

ફાઇનલ, પર્થ

English summary
Before the world cup team india will go for Australia tour.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X