For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રિકેટના 'જંગલ'માં ચિત્તા સમાન ગણાય છે આ ફિલ્ડર

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં ભારતે ઝિમ્બાવ્વે સામે 5-0થી શ્રેણી જીતીને ઇતિહાસ રચી નાખ્યો. ઝિમ્બાવ્વે ગયેલી ભારતીય ટીમમાં એક પણ એવું નામ નહોતું કે જે વર્ષોથી આપણે સાંભળતા આવતા હોઇએ. ટીમમાં મોટાભાગના નવા ચહેરા અને યુવાનો હતા કે જેમને વિદેશી ધરતી પર રમવાનો બહોળો અનુભવ નહોતો, પરંતુ પોતાની બેટિંગ, બોલિંગ અને ખાસ કરીને ફિલ્ડિંગની મદદથી વિદેશી ધરતી પર વિજયનો ઝંડો લહેરાવ્યો છે. હાલ ફિલ્ડિંગનો ઉલ્લેખ થયો છે, ત્યારે ટીમના ચપળ ફિલ્ડર સુરેશ રૈના, વિરાટ કહોલી અને રવિન્દ્ર જાડેજાને કેવી રીતે ભૂલી શકાય. ઉક્ત ત્રણેય ખેલાડીઓ ફિલ્ડિંગના મામલામાં આપણા સિનિયર ખેલાડીઓ કે જેઓ પોતાની ફિલ્ડિંગ માટે જાણીતા હતા તેમની ખોટ પૂરી કરી રહ્યાં છે.

જો કે, ફિલ્ડિંગની વાત કરવામાં આવે તો સુરેશ રૈના અને વિરાટ કોહલી હાલના સૌથી શ્રેષ્ઠ ફિલ્ડર છે. તેમ છતાં વિદેશી ટીમોમાં પણ એવા ઘણા બધા ખેલાડીઓ છે કે, જેમણે પોતાની ફિલ્ડિંગના જોરે ટીમને વિજયી બનાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી હોય. આ વખતે અમે અહીં વિશ્વના કેટલાક એવા જ ખેલાડીઓ અંગે જણાવી રહ્યાં છીએ કે જેઓ પોતાની બેટિંગ અને બોલિંગની સાથો સાથ ફિલ્ડિંગમાં પણ કુશળ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કોણ છે આ ખેલાડીઓ.

સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈના એક ભારતીય ક્રિકેટર છે અને તેણે 18 વર્ષની વયે 2005માં ટીમ ઇન્ડિયા તરફથી રમવાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તે 2011માં ભારતે જીતેલા વિશ્વકપની ટીમનો પણ હિસ્સો હતો. હાલના સમયે ટીમમાં જ્યારે યુવરાજ સિંહ જેવો ચપળ ફિલ્ડર હાજર નથી ત્યારે સુરેશ રૈના ટીમમાં તેની ખોટને પૂરી કરી રહ્યો છે. સુરેશ રૈના ટીમના અત્યારસુધીને શ્રેષ્ઠ ફિલ્ડર્સમાનો એક છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

તાજેતરમાં જ ઝિમ્બવ્વે સામેની વનડે શ્રેણી 5-0થી જીતીને પોતાના નેતૃત્વનો પરચો આપનાર આ યુવા ખેલાડી બેટિંગ અને ફિલ્ડિંગમાં પણ સારું એવું પ્રભુત્વ ધરાવે છે. તેની ચપળ ફિલ્ડિંગ અને જુસ્સો આપણને મેદાન પર જોવા મળી જાય છે.

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર

ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયન ખેલાડી છે અને તેને વિશ્વનો સૌથી શાનદાર ફિલ્ડર હાલના સમયે માનવામાં આવી રહ્યો છે. તે ડાબોડી બેટ્સમેન છે અને તે ઓસ્ટ્રેલિયન ટીમ તરફથી ઓપનિંગ બેટિંગ કરે છે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટના 132 વર્ષના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યુ છે કે, કોઇ ખેલાડીને કોઇપણ પ્રકારના અનુભવ વગર ટીમનો નેશનલ ટીમનો હિસ્સો બનાવવામાં આવ્યો હોય.

એડીબી વિલિયર્સ

એડીબી વિલિયર્સ

એડીબી વિલિયર્સ દક્ષિણ આફ્રિકન ખેલાડી છે, હાલ તે ટીમનો સુકાની છે અને તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો શાનદાર ફિલ્ડર પણ ગણવામાં આવે છે. નોંધનીય છે કે, જ્હોની રોડ્સ પણ દક્ષિણ આફ્રિકાનો હતો અને તેની ફિલ્ડિંગની તોલે આજસુધી એકપણ ખેલાડી આવ્યો નથી.

કિરોન પોલાર્ડ

કિરોન પોલાર્ડ

આ એક વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી છે. ફિલ્ડિંગમાં તેનો રેકોર્ડ પણ ઘણો જ સારો છે. તેની ચપળતાના કારણે જો વિરોધી ટીમના બેટ્સમેને તેના તરફ બોલ ફટકારી હોય તો ત્યાંથી રન કાઢવા અત્યંત કપરા સાબિત થાય છે. ટીમને વિજયી બનાવવામાં તેની ફિલ્ડિંગ અને તેના દ્વારા રોકવામાં આવેલા રન પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે.

ઇઓન મોર્ગન

ઇઓન મોર્ગન

ઇઓન મોર્ગન પહેલા આયર્લેન્ડ તરફથી રમતો હતો પરંતુ હવે તે ઇંગ્લેન્ડ તરફથી રમી રહ્યો છે. તે રાઇટ હેન્ડ બેટ્સમેન છે અને એક સારો ફિલ્ડર પણ છે.

ડીજે બ્રાવો

ડીજે બ્રાવો

આ પણ એક વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી છે. 2012માં ટી-20 વિશ્વકપ જીતનાર વેસ્ટ ઇન્ડિઝ ટીમનો એ હિસ્સો હતો. તેની મેદાન પરની ફિલ્ડિંગ ચપળતા અદભૂત છે. તે બોલ પર એટેક કરતો હોય તેવું એ સમયે જોવા મળે છે જ્યારે તે ફિલ્ડિંગ કરતો હોય છે.

દિલશાન

દિલશાન

દિલશાન શ્રીલંકન ખેલાડી છે અને તે ટીમ તરફથી ઓપનિંગ બેટિંગ કરે છે. જે રીતે તે બેટિંગમાં પોતાનું કૌશલ્ય ઝળકાવી રહ્યો છે, તેવી જ રીતે તે ફિલ્ડિંગમાં પણ અન્ય ખેલાડીઓની જેમ જ ચપળ અને જુસ્સાથી ભરપૂર છે.

ઉમર અકમલ

ઉમર અકમલ

ઉમર અકમલ પાકિસ્તાની ખેલાડી છે. હાલની પાકિસ્તાની ટીમનો તે એક વિશ્વાસુ ખેલાડી અને ચપળ ફિલ્ડર છે, તેમજ તે એક ફિલ્ડર તરીકે ઘણા જ સુધારા પણ કરી રહ્યો છે.

માર્ટિન ગુપ્તિલ

માર્ટિન ગુપ્તિલ

માર્ટિન ગુપ્તિલ એ ન્યુઝીલેન્ડનો ખેલાડી છે. તે ટીમ તરફથી શાનદાર બેટિંગ પ્રદર્શન તો કરી રહ્યો છે, પરંતુ ચાલું વર્ષમાં તેની ફિલ્ડિંગ પણ ઘણી જ સુધરી છે અને ફિલ્ડિંગના ક્ષેત્રમાં પણ તે ઘણો ઝળકી રહ્યો છે.

English summary
Best Current Cricket Fielders 2013
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X