વર્લ્ડ ટૂર ફાઇનલ્સ: ભૂપતિ-બોપન્નાનો ફાઇનલમાં પરાજય

mahesh-rohan
લંડન, 13 નવેમ્બર: ભારતના મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાની પાંચમા ક્રમની જોડીને એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટની યુગલ સ્પર્ધાની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. એટીપીના જણાવ્યા મુજબ સોમવારે રમવામાં આવેલા ફાઇનલના મુકાબલામાં માર્સેલ ગ્રાનોલર્સ અને માર્ક લોપેઝની સ્પેનિશ જોડીએ મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાને 7-5, 3-6, 10-3 થી માત આપી છે.

મહેશ ભૂપતિ પાંચમી વાર ઉપ વિજેતા બન્યાં છે. આ પહેલાં મહેશ ભૂપતિ 1997, 1999 અને 2000માં લિયાન્ડર પેસ સાથે જોડી બનાવીને ઉપ વિજેતા બન્યા હતા જ્યારે 2010માં તેમને બેલારૂસના મેક્સ મિર્ની સાથે ઉપ વિજતા તરીકે સંતોષ મેળવવો પડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે આ વર્ષે મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ બે ખિતાબ જીત્યા છે જેમાં દુબઇ અને પેરીસ માસ્ટર્સનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેશ ભૂપતિ અને રોહન બોપન્નાએ રવિવારે લિયાન્ડર પેસ અને રાદેક સ્ટેપનેકને સુપર ટાઇબ્રેકરમાં હરાવી એટીપી વર્લ્ડ ટૂર ટેનિસ ફિનાલેના યુગલના ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું. પાંચમુ સ્થાન મેળવનાર ભારતની આ જોડીએ પ્વાઇટ પણ બચાવ્યો હતો. તેમને ભારતીય પેસ અને ચેક ગણરાજ્યના તેમના જોડીદાર સ્ટેપનેકને 4-6, 6-1, 12-10, થી હરાવ્યા હતા.

મહેશ ભૂપતિ અને રોહન બોપન્ના પ્રથમવાર આ ટૂર્નામેન્ટમાં રમી રહ્યાં હતા. આ બંને પાસે આ વર્ષની અંતિમ ચેમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચવાની તક હતી. 1977માં વિજય અમૃતરાજ ભારત તરફથી આ ચેમ્પિયનશિપ જીત્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X