For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા જ બોલે વિકેટ ઝડપનાર ભુવી બીજો ભારતીય બોલર

|
Google Oneindia Gujarati News

bhuvneshwar kumar
ચેન્નાઇ, 31 ડિસેમ્બર: ટીમ ઇન્ડિયાના નવોદિત બોલર ભુવનેશ્વર કુમારે પ્રથમ આંતરરાષ્ટ્રીય વનડે મેચમાં ભારત તરફથી બોલીંગ કરતા પહેલા જ બોલે પાકિસ્તાની બેટ્સમેન મોહમ્મદ હાફીઝને બોલ્ડ કરીને રિકોર્ડ બુકમાં પોતાનું ખાતુ ખોલાવી દીધું છે. તેઓ કારકિર્દીની પહેલી બોલમાં વિકેટ લેનાર દુનિયાના 16માં અને બીજા ભારતીય બોલર બની ગયા છે.

ભુવનેશ્વર પહેલા વનડે મેચમાં ભારત તરફથી સદગોપન રમેશે 1999માં વેસ્ટઇન્ડિઝની સામે સિંગાપૂરમાં નિક્સન મેકલીનને પોતાના કરિયરના પ્રથમ બોલે જ આઉટ કર્યો હતો. જોકે રમેશની આ 15મી વનડે મેચ હતી. પરંતુ તેમને પહેલીવાર બોલીંગ કરવાની તક આપવામાં આવી હતી. તેફ્ટ આર્મ સ્પિનર નીલેશ કુલકર્ણી ટેસ્ટ ક્રિકેટમાં પોતાના પહેલા બોલે વિકેટ ઝડપનાર એકમાત્ર ભારતીય બોલર છે.

ભુવનેશ્વરે પાકિસ્તાનની સામે જ બેંગલૂરુમાં ટી-20 આંતરરાષ્ટ્રીયમાં પદાર્પણ કર્યું હતું અને તેણે પોતાની પહેલી ઓવરની છઠ્ઠા બોલે નાસિર જમશેદને આઉટ કરી દીધો હતો. આ રીતે ટી-20 અને વનડે બંને ફોર્મેટમાં પોતાની પ્રથમ ઓવરમાં વિકેટ ઝડપનાર ભુવનેશ્વર પ્રથમ ભારતીય બોલર બની ગયો છે. જ્યારે શ્રીલંકાના શમિંડા ઇરાંગા એકમાત્ર એવા બોલર છે જેમણે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ ટેસ્ટ, વનડે અને ટી-20માં પ્રથમ ઓવરમાં વિકેટ લેવાનો વિક્રમ બનાવ્યો છે.

બીજી બાજું સાતમાં નંબરે બેટિંગ કરવા ઉતરેલા ભારતીય કપ્તાન એમએસ ધોનીએ સદી ફટકારી વનડે કેરિયરમાં 7,000 રન પૂરા કરનાર સાતમાં ભારતીય બેટ્સમેન બની ગયા છે. આ તેમની કારકિર્દીની આઠમી સદી હતી. વનડેમાં 7000થી વધારે રન બનાવનાર અન્ય ભારતીય ક્રિકેટરમાં સચિન તેંડુલકર 18,426, સૌરવ ગાંગુલી 11,363, રાહુલ દ્રવિડ 10,889, મોહમ્મદ અજરુદ્દીન 9,378, વીરેન્દ્ર સહેવાગ 8,242, યુવરાજ સિંહ 8,053, એમએસ ધોની 7,021 નો સમાવેશ થાય છે. ધોની આ ઉપલબ્ધી હાસલ કરનાર દુનિયાના બીજા વિકેટકિપર બની ગયા છે. આ પહેલા કુમાર સંગાકારા અને એડમ ગિલક્રિસ્ટ જ આ આંકડાઓને પાર કરી શક્યા છે.

English summary
bhuvneshwar kumar starts his international cricket career with record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X