ઓલિમ્પિક મેડલ વિજેતા ખેલાડીઓ માટે પંજાબ સરકારની મોટી જાહેરાત, જાણો શું કહ્યું ભગવંત માને?
ઓલિમ્પિકમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ સાથે સાથે પંજાબ સરકાર તરફથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ સરકારે ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે.
મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના ખેલાડીઓ માટે જાહેરાત કરતા કહ્યું કે, પંજાબની આમ આદમી પાર્ટીની સરકાર અમે પંજાબના દરેક બ્રોન્ઝ મેડલ ખેલાડીને 1 કરોડ રૂપિયા આપીશું.

જણાવી દઈએ કે, ભારતીય પુરુષ હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. ભારત માટે આ ચોથો મેડલ છે. સીએમ ભગવંત માને કહ્યું કે અમારી સ્પોર્ટ્સ પોલિસી મુજબ અમે પંજાબના દરેક બ્રોન્ઝ મેડલ પ્લેયરને 1 કરોડ રૂપિયા આપીશું.
પેરિસ ઓલિમ્પિક 2024માં હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરૂષ હોકી ટીમે કોલંબસના યવેસ-ડુ-મનોઇર સ્ટેડિયમમાં સ્પેન પર 2-1થી જીત મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. આ જીત તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ રમનાર ગોલકીપર પીઆર શ્રીજેશ માટે યાદગાર વિદાય હતી.
જણાવી દઈએ કે, સેમિફાઇનલમાં જર્મની સામે હાર બાદ ભારતે સતત બે ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ જીત્યા છે, ત્રણ વર્ષ પહેલા ટોક્યોમાં પણ તે ત્રીજા સ્થાને રહ્યું હતું. ટૂર્નામેન્ટની શરૂઆતમાં ભારત સેમિફાઇનલમાં વિશ્વની બીજા નંબરની ટીમ જર્મની સામે 2-3થી હાર્યા બાદ ફાઇનલમાં સ્થાન મેળવવાનું ચૂકી ગયું હતું.












Click it and Unblock the Notifications
