• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફીફા વિશ્વકપ સાથે જાડાયેલા 10 ચર્ચિત વિવાદો

|

ફીફા વિશ્વકપ 2014ના પ્રારંભ થવાને હવે બહુ દિવસો બાકી નથી. 12 જૂનથી ભારત સહિતના દેશોમાં ફૂટબોલ પ્રેમીઓના મોઢે માત્ર ફીફા વિશ્વકપની જ વાતો રહેશે. જે લોકો મેદાનમાં લાઇવ ફીફા વિશ્વકપ જોઇ શકે છે, તેઓ મેદાનમાં જઇને અને જે લોકો એવું નથી કરી શકવાના તેઓ ટીવી સામે પોતાની આંખો ટિકાવીને મેચના દરેક પળનો લુત્ફ ઉઠાવશે. જોકે, ક્રિકેટ અને અન્ય ગેમોની જેમ ફીફા વિશ્વકપમાં પણ અનેક વિવાદો થયા છે.

આજે અમે અહી ફીફા વિશ્વકપ સાથે જોડાયેલા આવા જ કેટલાક વિવાદો તમારી સમક્ષ રજૂ કરવામાં જઇ રહ્યાં છીએ. જેમાં સૌથી વધુ ચર્ચિત જો કોઇ વિવાદ રહ્યો હોય તો તે ઝિડાન દ્વારા ઇટલીના માર્કોને છાતીના ભાગે માથું મારવામા આવ્યું હતું તે હતો. જેના કારણે તે હીરોમાંથી ઝીરો બની ગયો હતો. તો ચાલો તસવીરો થકી આવા જ કેટલાક વિવાદો પર નજર ફેરવીએ.

ફ્રાન્સ વિ. કુવૈત, 1982

ફ્રાન્સ વિ. કુવૈત, 1982

1982માં ફ્રાન્સ અને કુવૈત વચ્ચે રમાયેલી ફીફા વિશ્વકપની મેચ દરમિયાન થયેલો વિવાદ કાયમ માટે યાદગાર રહી જાય તેવો હતો. આ વિશ્વકપનું આયોજન સ્પેનમાં કરવામાં આવ્યું હતું. જ્યાં ફ્રાન્સ સાથે કુવૈત તેની ગ્રુપ મેચ રમી રહ્યું હતું. જે દરમિયાન કુવૈત ફૂટબોલ એસોસિએશનના પ્રમુક શૈખ ફહાદ અલ અહમદ અલ સબાહ, પોતાની બેઠક છોડીને મેદાન પર પહોંચી ગયા હતા અને પોતાના ખેલાડીઓને મેદાનની બહાર લઇ ગયા હતા, તેમણે એ વાતનો વિરોધ કર્યો હતો કે ફ્રાન્સ દ્વારા જે ગોલ કરવામાં આવ્યો છે તે અયોગ્ય છે. આ મેચમાં ફ્રાન્સ 4-1થી વિજયી થયું હતું.

નેધરલેન્ડ્સ વિ. પોર્ટુગલ, 2006

નેધરલેન્ડ્સ વિ. પોર્ટુગલ, 2006

2006માં જર્મની ખાતે રમાયેલી વિશ્વકપની મેચ દરમિયાન જે ગરમાવો અને વિવાદ જોવા મળ્યો હતો તેવો પહેલા ક્યારેય જોવાયો નહોતો. આ મેચ રેફરીના હાથમાં પણ રહી નહોતી. નેધરલેન્ડ્સ અને પોર્ટુગલ વચ્ચે રમાયેલી મેચ એ હદે વિવાદિત થઇ ગઇ હતી કે, રેફરીને ચાર રેડ કાર્ડ અને 16 યલો કાર્ડ દર્શાવવા પડ્યા હતા.

પેરુ વિ. અર્જેન્ટિના, 1978

પેરુ વિ. અર્જેન્ટિના, 1978

1978ના વિશ્વકપનો બીજો રાઉન્ડ ઘણો જ રસાકસીવાળો હતો. એર્જેન્ટિનાને ફાઇનલમાં પહોંચવા અને બ્રાઝિલને અટકાવવા માટે પેરુ સામે 4 ગોલથી વિજયી થવાનું હતું. જેમાં એર્જેન્ટિના 6-0થી જીતી ગયું હતું. આ મેચ માટે એવું કહેવાય છેકે પેરુ જાણી જોઇને અર્જેન્ટિના સામે હાર્યું હતું. એર્જેન્ટિના તરફથી પેરુને ખાસી એવી રકમ આપવામાં આવી હતી.

વેસ્ટ જર્મની વિ. ઓસ્ટ્રિયા, 1982

વેસ્ટ જર્મની વિ. ઓસ્ટ્રિયા, 1982

1982નો વિશ્વકપ કે જે સ્પેનમાં રમાયો હતો તેમાં એલિમિનેટેડ રાઉન્ડમાં ત્રણ ટીમો હતી, વેસ્ટ જર્મની, ઓસ્ટ્રિયા અને એલ્જેરિયા. જેમાં સ્થિતિ એવી હતી કે વેસ્ટ જર્મની ત્રણ કે તેથી વધુ ગોલથી મેચ જીતી જાય તો ઓસ્ટ્રિયા એલિમિનેટ થઇ જાય, મેચ ડ્રો જાય અથવા ઓસ્ટ્રિયા જીતી જાય તો વેસ્ટ જર્મની એલિમિનેટ થઇ જાય અને વેસ્ટ જર્મની જો એક અથવા બે ગોલથી જીતી જાય તો એલ્જેરિયા એલિમિનેટ થઇ જાય. મેચ દરમિયાન વેસ્ટ જર્મની અને ઓસ્ટ્રિયા વચ્ચે સંધી થઇ ગઇ અને વેસ્ટ જર્મનીએ આ મેચમાં 1 ગોલ બનાવ્યો, જેના કારણે એલ્જેરિયા એલિમિનેટ થઇ ગયું હતું. જેની ફરિયાદ પણ કરવામાં આવી હતી.

ઇટલી વિ. ફ્રાન્સ, 1938

ઇટલી વિ. ફ્રાન્સ, 1938

1938માં બીજા વિશ્વયુદ્ધ પહેલા વિશ્વકપ રમાયો હતો. જેમા ફ્રાન્સ અને ઇટલી વચ્ચે ફાસીવાદી મૂવમેન્ટને લઇને ખાસ્સો વિવાદ થયો હતો. ક્વાર્ટરફાઇનલમાં બન્ને ટીમો દ્વારા જ્યારે એકબીજા પર પ્રહારો કરવામાં આવી રહ્યાં હતા ત્યારે ઇટલીએ પોતાની ટીમને બ્લૂ યુનિફોર્મ પહેરવા કહ્યું હતું, જ્યારે ફ્રાન્સના મુસોલિનીએ પોતાની ટીમને વ્હાઇટના બદલે બ્લેક કિટ પહેરવા કહ્યું હતું, બ્લેક એ ઇટાઇલિયન ફૅસિસ્ટ પેરામિલિટ્રીનો સિમ્બોલિક કલર છે, તેમજ વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે મુસોલિનીએ કિક ઓફ પહેલા ફૅસિસ્ટ સેલ્યુટ આપવાનો ઓર્ડર પોતાની ટીમને કર્યો હતો.

ફ્રાન્સ વિ. ઇટલી, 2006

ફ્રાન્સ વિ. ઇટલી, 2006

જર્મનીમાં રમાયેલા 2006ના વિશ્વકપમાં ઝિનેદિન ઝિડાન પોતાના ખેલમાં ટોપ પર હતો. તે પોતાના હાથે ફ્રાન્સને વિશ્વકપની ફાઇનલમાં પહોંચાડી શકે તેમ હતો. તેણે શાનદાર રીતે પહેલો ગોલ ફટકાર્યો અને તે એક્સ્ટ્રા સમયમાં બીજો ગોલ ફટકારવા જ જઇ રહ્યો હતો, તે દરમિયાન તેણે જાણી જોઇને તેનું માથુ ઇટાલિયન માર્કો માતેરાઝીને માર્યું હતું, જેના કારણે તે હીરોમાંથી ઝીરો થઇ ગયો હતો અને તેને 110 મિનિટ માટે ગેમની બહાર કરવામાં આવ્યો હતો. આ મેચમાં ઇટલી 5-3થી જીતી ગયું હતું. આ અંગે એવો વિવાદ બહાર આવ્યો હતો કે માર્કોએ ઝિડાનની માતા અને બહેન વિશે અયોગ્ય શબ્દનો પ્રયોગ કર્યો હતો, જેના કારણે ઝિડાન ગુસ્સે ભરાયો હતો.

ઇટલી વિ.સાઉથ કોરિયા, 2002

ઇટલી વિ.સાઉથ કોરિયા, 2002

2002ના વિશ્વકપમાં ઇટલી અને સાઉથ કોરિયા વચ્ચેની મેચમાં રેફરીની મદદ કહો કે પછી ભૂલના કારણે સાઉથ કોરિયા આ મેચ 2-1થી જીતી ગયું હતું. મેચના 16માં રાઉન્ડમાં રેફરીની મદદથી સાઉથ કોરિયા ઇટલી સામે અપસેટ સર્જવામાં સફળ રહ્યું હતું.

ઇટલી વિ. ચીલે, 1962

ઇટલી વિ. ચીલે, 1962

ફીફા વિશ્વકપની સૌથી હિંસક મેચ કોઇ હોય તો તે 1962માં રમાયેલા વિશ્વકપની ઇટલી અને ચીલે વચ્ચેની મેચ છે. મેચને 12 મિનિટ થઇ હતી ત્યાં જ બન્ને ટીમો વચ્ચે જાણેકે ફૂટબોલની જગ્યાએ કુશ્તિ શરૂ થઇ ગઇ હોય તેમ તેઓ એકબીજાને મારવા લાગ્યા હતા, જોકે થોડીકવારમાં જ પોલીસે દખલગીરી કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં આ મેચ ફૂટબોલ મેચમાંથી કુશ્તિમેચ બની ગઇ હતી.

એર્જેન્ટિના વિ. ઇંગ્લેન્ડ, 1986

એર્જેન્ટિના વિ. ઇંગ્લેન્ડ, 1986

1986માં એર્જેન્ટિના અને ઇંગ્લેન્ડ વચ્ચે ક્વાર્ટરફાઇનલ મેચ રમાઇ હતી. આ મેચમાં મેરેડોના દ્વારા બે અકલ્પનીય ગોલ ફટકારવામાં આવ્યા હતા, જે આજે પણ હિસ્ટોરિકલ અને વિવાદિત છે. આ બન્ને ગોલ એવી રીતે થયા હતા કે કોઇને કંઇ જ સમજાયું નહોતું. આ ગોલ અંગે મેરેડોનાએ કહ્યું હતું, ‘A little with the head of Maradona and a little with the hand of God.'

ઇંગ્લેન્ડ વિ. જર્મની, 1966

ઇંગ્લેન્ડ વિ. જર્મની, 1966

આ મેચ પણ વિશ્વકપ ઇતિહાસની સૌથી વિવાદિત મેચ રહી હતી. આ મેચમાં ઇંગ્લેન્ડને વિનિંગ ગોલ ફટકારવાનો હતો. બન્ને ટીમ વચ્ચે 2-2 ગોલથી ટાઇ થઇ હતી અને બન્ને ટીમને વધુ સમય આપવામાં આવ્યો હતો. વધુ મળેલી 11 મિનિટમાં ઇંગ્લેન્ડના જેઓફ હર્સ્ટે ગોલ કરવા માટે બોલને નેટ તરફ ફેંક્યો હતો. જે ક્રોસબારની અંદર વાગ્યો, બાઉન્સ થયો અને બહાર નિકળી ગયો હતો. રેફરીને જોકે અંદાજો નહોતો કે બોલ સંપૂર્ણ પણે ક્રોસ લાઇન છેકે નહીં, એટલે તેમણે લાઇન્સમેનને પૂછ્યું હતું, જેણે કહ્યું કે આ ગોલ છે અને ઇંગ્લેન્ડ 4-2થી આ મેચ અને વિશ્વકપ જીતી ગયું હતું.

English summary
Here is the Biggest Controversies in FIFA World Cup
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more