પાકિસ્તાનમાં બોક્સિંગ એકેડેમી ખોલશે આમિર ખાન
ઇસ્લામાબાદ, 29 ડિસેમ્બર: ઓલમ્પિકમાં સિલ્વર મેડલ જીતી ચૂકેલા પાકિસ્તાની મૂળના બ્રિટિશ મુક્કેબાજ આમિર ખાને પાકિસ્તાનમાં એક મુક્કેબાજી એકેડેમી શરૂ કરવાની જાહેરાત કરી છે. દાતા દરબારી પહોંચેલા આમિર ખાને રવિવારે સૂફી સંત અબુલ હસન અલી હજવેરીની દરગાહ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને પેશાવરની આર્મી શાળામાં હાલમાં જ થયેલા આતંકવાદીઓ દ્વારા હુમલામાં માર્યા ગયેલા બાળકો માટે દુઆ કરી.
ડૉન અખબારની વેબસાઇટ પર સોમવારે પ્રસારિત રિપોર્ટ અનુસાર 'આમિરે પાકિસ્તાન સરકારને પાકિસ્તાની યુવાનોમાં શિક્ષણ અને રમતોના પ્રચાર-પ્રસાર દ્વારા આતંકવાદને દેશથી નાબુદ કરવાની અપીલ કરી છે.'
આમિર ખાને પત્રકારોને જણાવ્યું કે 'પાકિસ્તાનમાં મુક્કેબાજીના ક્ષેત્રમાં પ્રતિભાઓની કમી નથી. હું આ દેશમાં છૂપાયેલી મુક્કેબાજી પ્રતિભાની ખોજ માટે અત્રે એક મુક્કેબાજી એકેડેમી ખોલવા માંગુ છું અને તેમને આંતરરાષ્ટ્રી સ્તરનું પ્રશિક્ષણ આપવા માંગુ છું.'
આમિર 2004માં એથેંસમાં થયેલી ઓલમ્પિક રમતોની લાઇટવેટ શ્રેણીમાં બીજા સ્થાન પર રહ્યા હતા. આમિરે જણાવ્યું કે તેઓ દુનિયાને એ બતાવવા આવ્યા છે કે પાકિસ્તાન એક ખતરાનક દેશ નહીં પરંતુ શાંતિપૂર્ણ દેશ છે.












Click it and Unblock the Notifications
