બૉક્સિંગ આઈકન મેરી કૉમે સન્યાસના સમાચારોને ધરમૂળથી ફગાવ્યા, કહ્યુ - આ બધુ ખોટુ
બૉક્સિંગમાં 6 વખતની વિશ્વ ચેમ્પિયન અને 2012ની ઑલિમ્પિક પદક વિજેતા મેરી કૉમ વિશે એવા સમાચાર સામે આવ્યા હતા કે તેણે રમતમાંથી સન્યાસ લઈ લીધો છે. જો કે, તેણે આ સમાચારોને ધરમૂળથી ફગાવી દીધા છે અને કહ્યુ કે જો હું સન્યાસ લઈશ તો સૌથી પહેલા મીડિયાને જણાવીશ.
મેરી કૉમે કહ્યું કે, 'મેં હજુ સુધી મારી નિવૃત્તિની જાહેરાત કરી નથી અને મને ખોટી રીતે ટાંકવામાં આવી છે. જ્યારે પણ હું તેની જાહેરાત કરીશ ત્યારે હું વ્યક્તિગત રીતે મીડિયા સમક્ષ હાજર થઈશ. મેં કેટલાક મીડિયા અહેવાલો જોયા છે જેમાં કહેવામાં આવ્યું છે કે મેં નિવૃત્તિની જાહેરાત કરી છે, જે તે સાચું નથી.'

મેરી કૉમે વધુમાં જણાવ્યુ કે, હું 24 જાન્યુઆરી 2024ના રોજ દિબ્રુગઢમાં એક શાળા કાર્યક્રમમાં ભાગ લઈ રહી હતો, જેમાં હું બાળકોને પ્રોત્સાહિત કરી રહી હતી, આ દરમિયાન મે કહ્યુ કે મારામાં હજી પણ રમતગમતમાં હાંસલ કરવાની ભૂખ છે, પરંતુ ઑલિમ્પિકમાં વય મર્યાદા મને ભાગ લેવાની મંજૂરી આપતી નથી. જોકે હું મારી રમત ચાલુ રાખી શકું છું. હું હજી પણ મારી ફિટનેસ પર ધ્યાન આપી રહી છું અને જ્યારે પણ હું મારી નિવૃત્તિની જાહેરાત કરીશ ત્યારે બધાને જાણ કરીશ.'
નોંધનીય છે કે મેરી કૉમ 2012માં લંડન ઑલિમ્પિકમાં 51 કિગ્રા વર્ગમાં બ્રૉન્ઝ મેડલ જીતીને મહિલા બૉક્સિંગમાં ઑલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય બૉક્સર બની હતી. ગેમ્સમાં મેડલ જીતતા પહેલા તે 5 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકી છે.
છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કૉમે છેલ્લે 2021 એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. મેરીએ 8 વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ, 7 એશિયન ચેમ્પિયનશિપ મેડલ, 2 એશિયન ગેમ્સ મેડલ અને એક કૉમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ જીત્યા છે.
મેરી કૉમે 2021માં ટોક્યો ઑલિમ્પિકમાં ભાગ લીધો હતો. મહિલા ફ્લાયવેટ કેટેગરીની પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ઇન્ગ્રિટ વેલેન્સિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મહાન બૉક્સર કોઈ પણ પુરુષ કે મહિલા બૉક્સર દ્વારા સૌથી વધુ વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ જીતવાનો રેકોર્ડ ધરાવે છે.












Click it and Unblock the Notifications
