For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયામાંથી ગાયબ થઇ જશે 'ભારત'?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જુલાઇઃ રાજકીય દળોમાં આરટીઆઇના દાયરામાં લાવવાના વિવાદ બાદ આ કાયદો ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે. આ વખતે વિવાદ બીસીસીઆઇ અને સેન્ટ્રલ સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી વચ્ચે છે. રાષ્ટ્રીય ખેલ વિકાસ બિલના ડ્રાફ્ટમાં કહેવામાં આવ્યું છેકે, માત્ર એ જ નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશન્સ પોતાની ટીમ માટે 'ભારત'નો ઉપયોગ કરવાનો અધિકાર હશે જે આરટીઆઇના દાયરામાં આવે છે.

પ્રસ્તાવિત બીલના નિયમ-એચથી બીસીસીઆઇને નિશ્ચિત રીતે કેટલીક મુશ્કેલીઓ થશે, કારણ કે આ ખેલ ગતિવિધિઓમાં દેશના નામનો ઉપયોગ સાથે સંબંધિત છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા અને કોઇ સ્પોર્ટ્સ ફેડરેશન માટે ખેલોમાં 'ભારત' અથવા 'ભારતીય'નો ઉપયોગ કરવાનો અધિકાર રાખવા માટે તેને એનએસએફના અધ્યાય 4 અને અધ્યાય 9નું પાલન કરવું પડશે.

01- 'ભારત'નું પ્રતિનિધિત્વ નહીં કરી શકે

01- 'ભારત'નું પ્રતિનિધિત્વ નહીં કરી શકે



બીસીસીઆઇ માન્યતા પ્રાપ્ત એનએસએફ નથી, અને તે સરકારી અનુદાન નથી લેતી. તેથી તેને આરટીઆઇ હેઠળ લાવી શકાય નહીં, પરંતુ ડ્રાફ્ટ ખેલ બિલને સંસદ તરફથી પારિત કરવામાં આવે તો ટીમ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ્સમાં ઓફિશિયલ રીતે 'ભારત'નું પ્રતિનિધિત્વ નહીં કરી શકે.

02- ટિપ્પણી કરવાનો દાલમિયાનો ઇન્કાર

02- ટિપ્પણી કરવાનો દાલમિયાનો ઇન્કાર

બીસીસીઆઇના જગમોહન દાલમિયાએ દસ્તાવેજોની સંપૂર્ણ જાણકારી વગર કોઇપણ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો. દાલમિયાએ કહ્યું કે, જ્યાં સુધી મને ડ્રાફ્ટ ખેલ બિલની કોપી નહીં મળે ત્યાં સુધી તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. જ્યારે હું તેની વિસ્તૃત જાણકારી હાંસલ કરી લઇશ ત્યારબાદ બોર્ડના અન્ય વરિષ્ઠ સભ્યો સાથે ચર્ચા કરીને અંતિમ નિર્ણય કરવામાં આવશે.

03- સરકારી હસ્તક્ષેપની વિરુદ્ધ

03- સરકારી હસ્તક્ષેપની વિરુદ્ધ


બીસીસીઆઇ પોતાના કામકાજમાં કોઇપણ પ્રકારના સરકારી હસ્તક્ષેપની વિરુદ્ધ છે અને તેના સભ્યોને સલાહ છે કે આરટીઆઇ હેઠળ આવવાથી તેમનું કામકાજ પ્રભાવિત થશે.

04- શું કહ્યું સ્પોર્ટ્સ સેક્રેટરીએ

04- શું કહ્યું સ્પોર્ટ્સ સેક્રેટરીએ

સ્પોર્ટ્સ સેક્રેટરી પી કે દેબને પૂછવામાં આવ્યું કે, જો બીસીસીઆઇ આરટીઆઇ હેઠળ આવવાનો ઇનકાર કરી દીધો તો શું તેમની ટીમને 'ભારત'નો ઉપયોગ કરવાની પરવાનગી નહીં આપવામાં આવે, તે અંગે દેબએ કહ્યું કે, મને લાગે છે, પરંતુ તેના પર અત્યારે કંઇપણ કહેવું થોડું વહેલું ગણાશે. ડ્રાફ્ટ અત્યારે માત્ર વેબસાઇટ પર મુકવામાં આવ્યો છે.

English summary
In a major setback to the Board of Control for Cricket in India (BCCI), a judicial panel has recommended bringing the world's richest cricket body under the ambit of the proposed Sports Bill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X