• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એન્ડરસન વિવાદઃ બ્રીટિશ મીડિયાએ ઉડાવી ધોનીની મજાક

|

લંડન, 4 ઑગસ્ટઃ મહેન્દ્ર સિંહ ધોનીએ જેમ્સ એન્ડરસન વિરુદ્ધ લગાવેલા આરોપની બ્રીટિશ મીડિયાએ કડક શબ્દોમાં ટીકા કરી છે અને કહ્યું છેકે, ‘તેમાંથી અવસરવાદ ટપકે છે' અને આ ઝડપી બોલરનું દોષમુક્ત હોવું ભારત માટે ‘અપમાનજનક' છે.

ન્યાયિક આયુક્ત ગોર્ડન લુઇસે એન્ડરસન અને રવિન્દ્ર જાડેજાને દોષ મુક્ત જાહેર કર્યા હતા. ડેલી ટેલીગ્રાફે તેના પર શીર્ષક આપ્યું છે, ‘ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન દોષમુક્ત થતા ભારતનું અપમાન.' તેમાં લખવામાં આવ્યું છે, ‘જે નિષ્કર્ષ નિકળ્યું તે ભારત અને એ બન્ને વચ્ચે ટ્રેન્ટ બ્રિઝના ઝઘડા બાદ તપાસની જીદ કરનાર તેમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીનું અપમાન છે.'

સમાચારપત્રે લખ્યું છેકે, આ ભારતની જૂની ઘટનાઓના કારણે એન્ડરસન સાથે બદલો લેવાની રણનીતિ હતી. તેમાં લખવામાં આવ્યું છેકે, આ ક્રિકેટની પ્રમુખ શક્તિ માટે કઠોર નિર્ણય છે. ભારતીય ખેલાડીઓનું માનવું હતું કે, એન્ડરસનનો અશિષ્ટ અપશબ્દોનો ઉપયોગ અસ્વીકાર્ય ઠરશે અને તેની સ્વીકારોક્તિથી સંભવતઃ આ કેસ નબળો પડ્યો, જે બોલરને તેની ગત અશિષ્ટતા માટે ફંસાવવાની અવસરવાદિતા છે.

એક અન્ય દૈનિક ડેઇલી મેઇલમાં પણ ભારતીય ટીમનો મજાક ઉડાડવામાં આવ્યો છે. તેમાં ડેવિડ લાયડે લખ્યું છેકે, એ કેટલો મોટો મજાક હતો. આ એ સ્થતિમાં નહોતો પહોંચવો જોઇતો, જ્યાં અદાલતના કોઇ ગંભીર મામલાની જેમ તેમાં વકીલ, બચાવપક્ષ અને સાક્ષી સામેલ હોય. આ ફ્રેડ કાર્નોના સર્કસ જેવું હતું. સમાચાર પત્ર ગાર્ડિયને ધોનીની ટીકા કરી હતી. તો ચાલો તસવીરો થકી જાણીએ એન્ડરસન અને જાડેજાના એ ટૂ ઝેડ વિવાદને.

આઇસીસીને ન દેખાઇ એન્ડરસન-જાડેજાની ‘ભૂલ'

આઇસીસીને ન દેખાઇ એન્ડરસન-જાડેજાની ‘ભૂલ'

જાડેજા અને એન્ડરસન વિવાદ અંગે પોતાની સુનાવણી દરમિયાન આઇસીસીએ કહ્યું હતું કે, આઇસીસી આચારસંહિત હેઠળ આ બન્ને ખેલાડીઓની ભૂલ જણાતી નથી. આ સુનાવણી અંદાજે છ કલાકની આસપાસ ચાલી હતી. જેમાં જ્યુડિશિયલ કમિશનર ગોર્ડન લુઇસ એએમએ બન્ને ખેલાડીને નિર્દોષ જાહેર કર્યા હતા. આઇસીસીએ જારી કરેલા નિવેદનમાં જણાવ્યું છેકે, આઇસીસીની આચારસંહિતા અનુસાર ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસન અને ભારતના રવિન્દ્ર જાડેજાની કોઇ ભૂલ જ્યુડિશિયલ કમિશનરને જણાઇ નહોતી.

એન્ડરસન દોષમુક્ત ભારતને નુક્સાન ઇંગ્લેન્ડને ફાયદો

એન્ડરસન દોષમુક્ત ભારતને નુક્સાન ઇંગ્લેન્ડને ફાયદો

જેમ્સ એન્ડરસનને દોષમુક્ત જાહેર કરવામાં આવતા ભારતને નુક્સાન પહોંચ્યુ છે, કારણ કે એન્ડરસન ફોર્મમાં છે અને તે આગામી બન્ને મેચમાં ભારત માટે એક જોખમી બોલર સાબિત થઇ શકે છે. બીજી તરફ એન્ડરસન દોષી જાહેર થયો હોત તો તેના પર બે મેચનો પ્રતિબંધ લાગત અને તેના કારણે ઇંગ્લેન્ડની બોલિંગ લાઇન નબળી પડી જાત પરંતુ તેમ નહીં થતાં ઇંગ્લેન્ડ ચોક્કસપણે આ વાતનો ફાયદો ઉઠાવશે.

શું હતો જાડેજા-એન્ડરસન વિવાદ

શું હતો જાડેજા-એન્ડરસન વિવાદ

ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે નૉટિંગમ ટેસ્ટ દરમિયાન ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને ઇંગ્લેન્ડના ઝડપી બોલર જેમ્સ એન્ડરસનની વચ્ચે થયેલા વાદ-વિવાદ અને ઝડપનો મામલો વધુ ગરમાઇ રહ્યો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડની ફરિયાદ પર જાડેજાની વિરુધ્ધ આઇસીસી કોડ ઓફ કંડક્ટના લેવલ-2નો આરોપ દાખલ કર્યો હતો. જોકે એંડરસને તેની પર લેવલ ત્રણના આરોપ લગાવ્યા હતા. એન્ડરસન પર જાડેજાને ધક્કો આપવા અને વંશીય ટીપ્પણ કરવાનો આરોપ હતો. જેની સુનાવણી હાથ ધરવામાં આવી છે અને તેને દોષમુક્ત જાહેર કરવામાં આવ્યો છે.

જાડેજાને ફટકાર્યો હતો દંડ

જાડેજાને ફટકાર્યો હતો દંડ

નોટિંગહામ ટેસ્ટ દરમિયાન ઇંગ્લેન્ડના બોલર જેમ્સ એન્ડરસન સાથે થયેલા વિવાદ કેસમાં આઇસીસીએ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા પર મેચ ફીના 50 ટકાનો દંડ ફટકાર્યો હતો. જો કે આ અંગે બીસીસીઆઇએ વિરોધ નોંધાવ્યો હતો. બીસીસીઆઇ જાડેજાને કરવામાં આવેલા દંડની વિરોધમાં છે અને તે આ અંગે વિશ્વ ક્રિકેટની સર્વોચ્ચ કમિટિ આંતરરાષ્ટ્રિ ક્રિકેટ કાઉન્સિલ(આઇસીસી)ને અપિલ કરી હતી. જે સ્વીકારી લેવામાં આવી છે. જોકે જાડેજાની પણ નોટિંગહામ ટેસ્ટમાં કોઇ ભૂલ જણાઇ નથી અને તેને પણ દોષમુક્ત કરવામાં આવ્યો છે.

English summary
Mahendra Singh Dhoni's insistence to press charges against James Anderson has came under attack from the British media which said it "smacked of opportunism" and the exoneration of the paceman was "humiliation" for India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more