For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

16 વર્ષથી સચિન કરી રહ્યો છે પ્રતિક્ષા, મુંબઇમાં આવશે અંત?

|
Google Oneindia Gujarati News

સચિન તેંડુલકર મુંબઇ તરફથી રમવા માટે જ્યારે વાનખેડે સ્ટેડિયમમાં રમવા માટે ઉતર્યા, ત્યારે તેમણે સદી ફટકારી, પરંતુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમને પોતાના આ ઘરેલુ મેદાનમાં છેલ્લા 16 વર્ષથી સદીનો ઇંતજાર છે.

હવે સચિન વાનખેડે સ્ટેડિયમમાં પોતાની 200મી સદી અને અંતિમ ટેસ્ટ મેચ રમીને ક્રિકેટને અલવીદા કહી દેશે. એવામાં એ જોવા જેવું છે કે, 10 ડિસેમ્બર 1988એ આ મેદાનમાં સદી ફટકારીને ફર્સ્ટ ક્લાસ કેરિયરનો આગાઝ કરનારા તેંડુલકર 14 નવેમ્બરે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ રમાનારી બીજી ટેસ્ટ મેચમાં સદી સાથે અંત કરી શકે છે કે નહીં.

તેંડુલકરે વાનખેડે સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચોમાં 47.05ની એવરેજથી 847 રન બનાવ્યા છે, જેમાં માત્ર એક સદી સામેલ છે. આ સદી તેમણે શ્રીલંકા સામે 4 ડિસેમ્બર 1997માં લગાવી હતી. ત્યારબાદ તેમણે પોતાના ઘરેલુ મેદાન પર સાત ટેસ્ટ અને 13 ઇનિંગ રમી, પરંતુ તેમાં ક્યારેય તે સદી સુધી પહોંચી શક્યા નહીં. એટલું જ નહીં વનડેમાં પણ તેમણે વાનખેડેમાં એક જ સદી ફટકારી છે. તેંડુલકરે વનડેમાં આ મેદાનમાં છેલ્લે 14 ડિસેમ્બર 1996માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સદી ફટકારી હતી. ત્યારબાદ તે વાનખેડેમાં સાત વનડે મેચોમાં સદી સુધી પહોંચી શક્યા નથી.

વાનખેડેમાં 20 ઇનિંગમાં એક પણ સદી નથી

વાનખેડેમાં 20 ઇનિંગમાં એક પણ સદી નથી

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સદીની સદી પૂરી કરનાર સચિને વાનખેડે સ્ટેડિયમમાં છેલ્લી 20 ઇનિંગમાં એકપણ સદી ફટકારી નથી. આ વચ્ચે ટેસ્ટ મેચમાં બે વાર સદી નજીક પહોંચ્યા હતા. તેંડુલકર 2000માં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ત્રણ રનથી જ્યારે 2011માં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 11 રનથી સદી ચૂક્યા હતા. ઇન્ટરનેશનલ ક્રિકેટથી અલગ અન્ય મેચોમાં સચિને જો કે વાનખેડેમાં હંમેશા સારું પ્રદર્શન કર્યુ છે. નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપ રણજી ટ્રોફીમાં આ સ્ટાર બેટ્સમેને પોતાના ઘરેલુ મેદાનમાં 19 મેચો રમી છે, જેમાં 28 ઇનિગંમાં તેણે 98.09ની એવરેજથી 2,353 રન બનાવ્યા છે. જેમાં 11 સદી પણ સામેલ છે.

33 ઇનિંગમાં 13 સદી સાથે 2627 રન

33 ઇનિંગમાં 13 સદી સાથે 2627 રન

જો ટેસ્ટ મેચોને છોડીને વાત કરવામાં આવે તો વાનખેડેમાં સચિને 23 ફર્સ્ટ ક્લાસ મેચો રમી છે, જેમાં 33 ઇનિંગમાં 99.51ની એવરેજથી 13 સદીની મદદથી 2,627 રન બનાવ્યા છે. રણજી ટ્રોફી ઉપરાંત તેણે વાનખેડેમાં ઇરાની ટ્રોફીની ત્રણ મેચો રમી છે, જેની ચાર ઇનિંગમાં બે વાર નોટ આઉટ રહીને તેણે 295 રન બનાવ્યા છે. તેમાથી બે મેચ તેણે મુંબઇ અને એક મેચમાં શેષ ભારત તરફથી રમી હતી. તેંડુલકરે આ મેદાન પર એક મેમ મુંબઇ તરફથી ન્યુઝીલેન્ડ ઇલેવન વિરુદ્ધ રમી હતી, જેમાં 39 રન બનાવ્યા હતા.

ફેબ્રુઆરીમાં પોતાની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી

ફેબ્રુઆરીમાં પોતાની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી

સચિને ચાલું વર્ષે ફેબ્રુઆરીમાં વાનખેડેમાં પોતાની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. ઇરાની ટ્રોફીની આ મેચમાં તેણે મુંબઇ તરફથી પહેલી ઇનિંગમાં અણનમ 140 રન બનાવ્યા હતા. આ પહેલા તેણે જાન્યુઆરી 2013માં રણજી ટ્રોફીમાં અહીં વડોદરા વિરુદ્ધ સદી ફટકારી હતી. આઇપીએલમાં પણ સચિનને નિયમિત રીતે પોતાના ઘરેલુ મેદાનમાં રમવાની તક મળી. તેણે મુંબઇ ઇન્ડિયન્સ તરફથી વાનખેડેમાં 33 મેચોમાં 1,099 રન બનાવ્યા હતા. સચિને ટી-20માં પોતાની એકમાત્ર સદી વાનખેડેમાં લગાવી હતી.

વાનખેડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1302 રન

વાનખેડેમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 1302 રન

તેંડુલકરે વાનખેડેમાં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ મળીને 1302 રન બનાવ્યા છે, જે રેકોર્ડ છે. પરંતુ જ્યારે ટેસ્ટ મેચોની વાત આવે છે, તો તે સુનિલ ગાવસ્કર કરતા પાછળ છે. ગાવસ્કરે વાનખેડેમાં 11 ટેસ્ટ મેચોમાં 1122 રન બનાવ્યા છે, જ્યારે સચિને 10 મેચોમાં 847 રન બનાવ્યા છે. આ રીતે સચિનને ગાવસ્કરની બરાબરી કરવા માટે 275 રનની જરૂર છે.

એક પણ મેદાનમાં હજાર ટેસ્ટ રન પૂર્ણ નથી કર્યા

એક પણ મેદાનમાં હજાર ટેસ્ટ રન પૂર્ણ નથી કર્યા

તેંડુલકરે અત્યારસુધી ટેસ્ટ મેચોમાં એક પણ મેદાનમાં 1000 રન પૂર્ણ કર્યા નથી. જો તે વાનખેડેમાં વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્દ 153 રન બનાવી લે છે તો પોતાના ઘરેલુ મેદાનમાં 1 હજાર ટેસ્ટ રન કરનાર તે બીજા ખેલાડી બની જશે. જ્યાં સુધી વાનખેડેમાં સદી ફટકારવાની વાત છે તો ગાવસ્કરે પોતાના ઘરેલુ મેદાનમાં ટેસ્ટ મેચોમાં પાંચ સદી ફટકારી છે, તેંડુલકરના નામે હજુ એક જ સદી છે. પરંતુ તેમની પાસે દિલીપ વેંગસરકર, સૈયદ કિરમાની અને રવિ શાસ્ત્રીની બરોબરી કરવાની તક છે. આ ત્રણેયે વાનખેડેમાં 2-2 સદી ફટકારી છે.

English summary
Sachin Tendulkar 's supporters are wanting to see the Master Blaster bow out of cricket with a century in his 200th and final Test. But he has to end a 16 year ton drought at Wankhede Stadium to achieve that.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X