For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 વર્ષથી ચાલી આવતી પરંપરા તોડી શકશે ટીમ ઇન્ડિયા?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ડિસેમ્બર: ટીમ ઇન્ડિયા આજે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થઇ ગઇ છે. આની સાથે જ તેની સામે પડકારનો નવો અધ્યાય શરૂ થઇ ગયો છે. ટીમની સામે પડકાર છે કે આફ્રીકાની સામે તેના જ ઘરમાં જીત મેળવવાનો, જેમાં તે અત્યાર સુધી નિષ્ફળ રહી છે. આવામાં સવાલ એ છે કે શું ટીમ ઇન્ડિયા 21 વર્ષથી ચાલી આવતી હારવાની પરંપરા તોડી શકશે?

11 મહિના દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે જબરદસ્ત ક્રિકેટ રમી છે. ભારતીય ટીમે એક પછી એક સતત 6 વનડે શ્રેણી પોતાના નામે કરી છે. 2011-12માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના હાહાકારી પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા જોરદાર ફોર્મમાં પાછી ફરતા ક્રિકેટ પ્રેમિયોને નવો વિશ્વાસ અપાવ્યો છે. પરંતુ શું આ ટીમ દક્ષિણ આફ્રિકાને તેના જ ઘર આંગણે માત આપી શકશે તે મોટો પ્રશ્ન છે.

પાકિસ્તાને ઇતિહાસ રચતા પહેલીવાર દ. આફ્રિકામાં વનડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. શું ભારત એવું કરી શકશે. 1992માં ક્રિકેટમાં બેક કર્યા બાદ દ. આફ્રિકાએ સૌથી પહેલા ભારતનો જ પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે પણ દ.આફ્રીકાનો પ્રવાસ કર્યો હતો. પરંતુ વનડે શ્રેણીમાં દરેક વખતે હારનો સામનો કર્યો છે. હવે 21 વર્ષ બાદ શું ટીમ ઇન્ડિયા આ સિલસિલાને થંભાવી નવો વિક્રમ બનાવી શકશે? એ એક સવાલ છે.

team india
ભારતીય ટીમે ધોનીના નેતૃત્વમાં 2007-08માં ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ બેંક શ્રેણી પોતાના નામે કરી નવો ચિલો ચિતર્યો હતો. હવે દ. આફ્રિકામાં પણ એવું જ કંઇ કરી છૂટવાનો પડકાર ટીમ ઇન્ડિયાની સામે છે. ભારતીય ટીમ અત્રે ક્યારેય પણ 300 રન પણ નથી બનાવી શકી. તેનો સર્વાધીક સ્કોર 279 છે. પરંતુ હવે ટીમની પાસે વિરાટ કોહલી, શિખર ધવન, અને રોહિત શર્મા જેવી ત્રિમૂર્તિ છે, જે 350 રન જેવા સ્કોરનો પીછો કરી લે છે. એવામાં જોવાનું એ છે કે ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકામાં પોતાનો કેવો જાદુ પાથરી શકે છે.

દક્ષિણ આફ્રિકા અને ભારત વચ્ચેના મુકાબલા:
ઓવરઓલ: કુલ મેચ 67, જીત 25, હાર 40, અપરિણામી 2
ભારતમાં: કુલ મેચ 23, જીત 13, હાર 10
દક્ષિણ આફ્રિકામાં: કુલ મેચ 25, જીત 5, હાર 19, અપરિણામી 1

English summary
Can team india break the chain of 21 year's failure in South Africa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X