હવે ધોની 20 કરોડના બેટ વડે ક્રિકેટ રમશે!
નવી દિલ્હી, 3 ડિસેમ્બર: ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્ર ધોની હવે એવા ખેલાડી બની ગયા છે જે દુનિયાના સૌથી મોંઘા બેટ વડે રમશે. તેમના બેટની કિંમત 20 કરોડ રૂપિયા હશે. ધોનીએ 2 કંપનીઓની સાથે બેટની સ્પોન્સરશિપ કરી છે. આ ડીલ માટે તેમને દર વર્ષે લગભગ 20 કરોડ રૂપિયા મળશે. આ અત્યાર સુધીની સૌથી મોટી બેટ સ્પોન્સર ડીલ માનવામાં આવે છે. એટલે કે ધોની એવા ખેલાડી બની ગયા છે તેમના બેટ માટે સૌથી મોટી જાહેરાત દ્વારા મળવાની છે.

ધોનીએ ઓસ્ટ્રેલિયાની સ્પોર્ટ્સ ગુડ્સ બનાવનાર કંપની સ્પાર્ટન અને ભારતીય વિશ્વવિદ્યાલય એમિટી પાસેથી બેટ સ્પોન્સર માટે કરાર કર્યો છે જેના દ્વારા ધોનીને લગભગ 25 કરોડ વાર્ષિક કમાણી થઇ શકે છે. ઓસ્ટ્રેલાઇ કંપની સ્પાર્ટન સ્પોર્ટ્સ ધોનીને 18 થી 20 કરોડ રૂપિયા વાર્ષિક આપશે જ્યારે એમિટી યૂનિવર્સિટી 6 કરોડ વાર્ષિક ચુકવણી ધોનીને કરશે.












Click it and Unblock the Notifications
